
ડીસાના પ્રગતિ અભિવાદન ગુપ દ્વારા ૧૦૮ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું
૧૦૮ની સેવાઓ માટે ગુજરાત સરકારને અભિનંદન ગુજરાત સરકારના આરોગ્ય ખાતા દ્વારા અને ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે ૧૦૮ની સેવાઓ માજી મુખ્યમંત્રી અને અત્યારના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન નીચે ચાલુ થઈ હતી. જેનું સફળ પરિણામ અત્યારે સમગ્ર ગુજરાતની પ્રજા નરી આંખે દેખી રહી છે. ત્યારે આવા સેવાના સફળ ભગીરથ પ્રયાસને આજે ૧૦૮ની સેવાને ૧૫ વર્ષ પૂર્ણ કરી ૧૬માં વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે આજરોજ ડીસા શહેર પ્રગતિ અભિવાદન ગ્રુપ સંસ્થા દ્વારા ડીસા સિવિલ ખાતે ડીસા તાલુકા ૧૦૮ની સેવાના કર્મીઓનું અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો.
જે કાર્યક્રમમાં દરેક કર્મીઓને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે ડીસા ૧૦૮ સેવાના ઇન્ચાર્જ કમલેશભાઈ પુરોહિતે નીચે મુજબ માહિતી આપેલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ૩૦ એમ્બ્યુલન્સ અત્યારે કાર્યરત છે ૧૫ વર્ષના રેકોર્ડની અંદર ૧૦૮ સેવાએ ૪,૯૩,૫૯૦ કોલ રીસીવ કર્યા છે અને વધુને વધુ માનવજિંદગી ને બચાવી છે, ત્યારે આ સન્માન્ય કાર્યને ગ્રુપના પ્રમુખ લલીત બી દોશી તથા મંત્રી રાજુભાઈ ઠક્કર નરેશભાઈ શેઠ દેવેન્દ્ર રાજપૂત પ્રકાશભાઈ ઠક્કર વગેરે ૧૦૮ની સેવાને બિરદાવી ગુજરાત સરકારને અને આપણા અત્યારના લોકલાડીલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર વી. પટેલ અને આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશભાઇ પટેલને લાખ લાખ અભિનંદન સાથે પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.