૧૦૮એ એક વર્ષમાં ૪૧૪૭૨ ઇમરજન્સીના બનાવમાં લોકોને તાત્કાલિક સારવાર આપી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ચોવીસ કલાક લોકોની સેવામાં અવિરીત કાર્યરત ૧૦૮ ઈમરજન્સી સેવા ૨૦૨૨ ના વર્ષમાં લોકો માટે ખરા અર્થમાં આશીર્વાદ પુરવાર થઇ છે ૧૦૮ની વિવિધ ટીમો દ્રારા વર્ષ દરમિયાન પ્રસુતિ,અકસ્માત શહિતમાં ૪૧૪૭૨ ઇમરજન્સીના બનાવોમા જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવી તેમને તાત્કાલિક સારવાર પુરી પાડી અનેક લોકોની જિંદગી બચાવી છે. રાજ્ય સરકાર દ્રારા લોકોને ઇમરજન્સીના સમયે આરોગ્યની તાત્કાલિક સારવાર માટે વિનામૂલ્યે મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે જે સેવા પ્રસુતિ,અકસ્માત, વીજ કરંટ લાગવો જેવા આકસ્મિક બનાવોમા લોકો માટે આશીર્વાદ પુરવાર થઇ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં લોકોની સેવા માટે ૧૦૮ ની ૨૯ એમ્બ્યુલન્સ કાર્યરત છે આ એબ્યુલન્સ સેવા દ્રારા ૨૦૨૨ના વર્ષમાં જિલ્લામાં ૪૧૪૭૨ આકસ્મિક બનાવોમાં અસરગ્રસ્ત લોકોને વિના મૂલ્યે તાત્કાલિક સારવાર પુરી પાડવાની સાથે તેમને હોસ્પિટલ સુધી લઈ જવામાં કડી બની હતી. ૧૦૮ ની જુદી જુદી ટીમો દ્રારા ૨૨૬૪૭ જેટલા પ્રસૂતિના બનાવોમાં તાત્કાલિક મહિલાને વ્હારે આવી સ્થળ ઉપર તેમજ નજીકમાં હોસ્પિટલમાં મહિલાઓની પ્રસુતિ કરાવી પ્રસુતાઓ તેમજ નવજાત શિશુઓના જીવ બચાવ્યા હતા તેમજ ૪૭૮૦ જેટલા અકસ્માતના બનાવોમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

કેવા સંજોગોમાં ૧૦૮ ની ટીમોએ સેવા આપી
બનાસકાંઠા જિલ્લામા ગત વર્ષે ૧૦૮ ની વિવિધ ટીમોએ ડિલેવરીના ૨૨૬૪૭, પેટમાં દુખાવાના ૨૫૨૪, શ્વાસ દમના ૧૪૨૯, અટેકના ૭૩૦, અકસ્માત, દુર્ઘટનાના ૪૭૮૦, પડી જવાના ૨૮૩૧ સહિત વિવિધ આકસ્મિક બનાવો મળી ૪૧૪૭૨ કેસોમાં જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે તાત્કાલિક સેવા આપવાની સાથે તેમણે હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું.

૧૪ તાલુકામાં ૧૦૮ ની ૨૯ એમ્બ્યુલન્સ કાર્યરત
બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાં ૧૦૮ ની ૨૯ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં દરેક તાલુકામાં બબ્બે એમ્બ્યુલન્સ ની ફાળવણી કરાઈ છે. અને એક એમ્બ્યુલન્સ ઇમરજન્સી માટે રિઝર્વ રાખવામાં આવે છે જોકે કોઈ મોટી દુર્ગટના કે હોનારતમાં અન્ય તાલુકા નું એમ્બ્યુલન્સ ની મદદ પણ લેવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.