વાવ તાલુકાના ૧૦૦ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકાના ૧૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે.જેના કારણે આરોગ્યની ઘરે ઘરે અપાતી સેવાઓ ખોરવાઈ ગઈ છે.આમ વર્તમાન સમયમાં તાલુકામાં ઘરે ઘરે તાવ,પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેશો વધી રહ્યા છે.ત્યારે તાલુકામાં આરોગ્ય વિભાગની હડતાળના કારણે બીમારીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે.આમ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ત્રણ ત્રણ વખત હડતાળ કરી તેમછતાં સરકારના પેટનું પાણી હાલતું નથી.આમ એકબાજુ સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસે ભરડો લીધો છે. જેમાં સ્વાઈન ફ્લૂનાં કેસો પણ
જાેવા મળી રહ્યા છે.ત્યારે આ સંવેદનશીલ સરકારનું પેટનું પાણી હાલતું નથી.આમ વર્તમાન સમયમા ચોમાસુ પણ ચાલી રહ્યું છે.ત્યારે એકબાજુ મેલેરિયામુકત ગુજરાત ૨૦૨૨નો લક્ષ્યાંક છે.તેવામાં સર્વેલન્સ કામગીરીનાં અભાવે મલેરીયા,ડેન્ગ્યુનું પ્રમાણ પણ વધવાની સંભાવનાઓ જાેવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.