પાકા ડામર રસ્તાની માગણી મુખ્યમંત્રી સુધી કરી હોવા છતાં પરિણામ ના મળતા 100 પરિવારો ને કેડ સમાં પાણી
રેલ્વેનાળા નીચે વરસાદી પાણીનો નિકાલ ના થવા ના કારણે થાય છે જળ ભરાવ: ચોમાસા ઋતુ દરમિયાન ધાનેરા તાલુકા મા જળ ભરાવ નાં કારણે આમ પ્રજા ભારે મુશ્કેલી મા મુકાઈ જાય છે. ધાનેરા તાલુકા ના થાવર ગામ થી માલોત્રા ગામ ને જોડતા કાચા માર્ગ પર 1000 પરિવારો વસવાટ કરે છે. ધાનેરા તાલુકા ના ગ્રામીણ વિસ્તાર ની પ્રજા મોટા ભાગે ખેતરો મા વસવાટ કરે છે.પશુપાલન અને ખેતી નો વ્યવસાય હોવાના કારણે ગામડાઓ આજે ખાલી છે. ખેતરો તરફ જતા જૂના કાચા માર્ગ આજે પણ એજ હાલત મા હોવાના કારણે ચોમાસા ઋતુ દરમિયાન ખેડૂત પરિવારો ની મુશ્કેલી મા વધારો થઈ જાય છે.
ધાનેરા તાલુકા ના થાવર ગામ થી માલોત્રા ગામ તરફ જતો જૂનો કાચો માર્ગ વર્ષો જૂનો છે.અને આ માર્ગ વચ્ચે થી રેલ્વે લાઈન પસાર થાય છે. જે રેલ્વે માર્ગ નીચે વરસાદી પાણી ના નિકાલ માટે નાલું બનાવેલું છે.જો કે વરસાદી પાણી ના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે ખેતરો અને ગામ તરફ જતો માર્ગ બંધ થઈ જાય છે.પાણી ઓછું હોય તો ખેડૂતો પાણી માથી પસાર થઈ શકે છે.જો કે પાણી નો ભરાવ વધુ હોય તો જીવ જોખમ મા મૂકવો પડે છે.સ્થાનિક ગ્રામજનો આક્રોશ સાથે પોતાની રજૂઆત કરી રહ્યા છે.કે એક સાથે એક હજાર ખેડૂત પરિવારો ને સવલત મળે તેવી આકરી રજૂઆત થઈ રહી છે.
થાવર ગામ માં આવેલ દૂધ મંડળી એશિયા માં સૌથી વધારે દૂધ ની આવક ધરાવતી દૂધ મડલી છે.આખું ગામ પશુપાલન નાં વ્યવસાય સાથે સંકળાયેલું ગામ છે.લાખો ની સખ્યા માં પશુધન છે.જો કે ચોમાસા ઋતુ દરમિયાન કાચા માર્ગ પર પાણી ભરાઈ જાય છે.અને રેલ્વે નાળા માંથી પાણી પસાર કરવાની સુવિધા કરવામાં આવી નથી જેના કારણે પશુ ડોકટર ને પશુઓ ને સરકાર માટે પણ બોલાવી શકાય તેમ નથી.બાળકો યુવાનો વડીલો અને મહિલાઓ વરસાદી પાણી ના નિકાલ માટે ભાર સાથે રજૂઆત કરવા માટે આગળ આવ્યા છે.
એક બે નહીં પણ હજારો ની સંખ્યા માં પ્રજા ખેતરો મા વસવાટ કરી કરે છે.જોકે ચોમાસા ઋતુ દરમિયાન પ્રજા નાં સામન્ય જન જીવન પર અસર થઈ રહી છે.ધાનેરા તાલુકાના બે વાર પુર ના પાણી પણ આવી ચૂક્યા છે.જેથી વરસાદ આવે એટલે પરિવારોના જીવ અધર ચડી જાય છે.સ્થાનિક પ્રજા હવે ભૂખ હડતાળ ..આંદોલન કે પછી રેલ રોકો આંદોલન કરવા પર મજબૂર થાય એ પહેલાં સમસ્યા નો હલ થાય તે જરૂરી છે.તેમ દેવકરણ ભાઇ એ જણાવ્યું હતું.
ગામ ના સ્થાનિક જાગૃત નાગરિકો એ થાવર થી માલોત્રા ગામ તરફ જતા કાચા માર્ગ ને ડામર રોડ બનાવવા માટે એક વર્ષ પહેલાં મુખ્ય મંત્રી સુધી રજૂઆત પણ કરેલ છે.જો કે કોઈ મોટી રાજકીય લાગવગ ના હોવાના કારણે દર વર્ષે વરસાદી પાણી ની સમસ્યા થી પ્રજા મુશ્કેલી વેઠી રહી છે. ફોટાં સામેલ છે.તસવીર એન કે મોદી