અંબાજી મંદિર નું ભંડાર ખોલતા સોનાની 100 ગ્રામ વાળી 10 લગડીઓ ગુપ્ત દાન રૂપે સોનુ મંદિર માં ચડાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી મંદિર નું ભંડાર ખોલતા ચૂંદડીમાં બાંધેલી સોનાની 100 ગ્રામ વાળી 10 લગડીઓ મંદિર ને ભેટ માં ચઢાવવામાં આવી હતી તે લગડીઓ આજે ભંડાર ખુલતા મંદિર ટ્રસ્ટ ના હિસાબી અધિકારી ને હાથ લાગી

શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા નખાતા દાનભેટ માં રૂપિયા ને સોનાચાંદી ભંડાર માં નાખતા હોય છે તે ભંડાર દર મંગળવારે ખોલવામાં આવે છે ત્યારે મંગળવારે અંબાજી મંદિર નું ભંડાર ખોલતા ચૂંદડી માં બાંધેલી સોનાની 100 ગ્રામ વાળી 10 લગડીઓ મંદિર ને ભેટ માં ચઢાવવામાં આવી હતી તે લગડીઓ આજે ભંડાર ખુલતા મંદિર ટ્રસ્ટ ના હિસાબી અધિકારી ને હાથ લાગી હતી જોકે જે શ્રદ્ધાળુ એ ભંડાર માં આ લગડી નાખી છે. તેને પોતાનું કોઈજ નામ સરનામું મુકવામાં આવેલ નથી ને દાતા એ ગુપ્ત દાન રૂપે આ સોનુ મંદિર માં ચડાવ્યું હતું.

અંબાજી મંદિર માં મંગળવારે ભંડાર ગણાતા આ સોનુ જે 100 ગ્રામ વાળી સોના ની 10 લગડીઓ જે એક કિલો વજન ની થાય છે જે અંદાજે કિંમત 70 થી 75 લાખ ની થવા જાય છે તે મંદિર ટ્રસ્ટ એ આ સોનુ મેળવી પોતાના સ્ટ્રોંગ રૂમ માં મુકવામાં આવ્યું હતું મંદિર ટ્રસ્ટ ના અધિક કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આવા દાતાઓ અવિરત પણે મંદિર ને દાન આપી ભંડાર છલકાવતાં હોય છે કૌશિક મોદી (અધિક કલેકટર મંદિર ટ્રસ્ટ) અંબાજી એ જણાવ્યુ હતુ.

જોકે સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી તે પણ 27 લાખ ને પાર પહોંચી હતી જે મંદિર માં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુઓ એ દાન નો ધોધ વહેવડાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.