દાંતાનાં થાણા માં 10 ફૂટ લાંબો અજગર પકડયો.. જંગલ માં કરાયો મુક્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

હાલ તબક્કે ચોમાસા ના પગલે સુકીભટ્ટ પડેલી જમીન માં પાણી ઉતારતા જમીન ના પેટાળ માં ગરમાસ વધી જતી હોય છે જેને લઇ જમીન માં રહેતા જંગલી જાનવરો ને અંદર ની ગરમી સહન ન થતા તે બહાર નીકળી જતા હોય છે તેવા માં દાંતા તાલુકા ના થાણા ગામે ભેંસ ના તબેલા માં અંદાજે 10 ફૂટ થી વધારે લાંબો અજગર દેખાતા ભારે ભય નો માહોલ જોવા મળ્યો હતો જેને લઇ સ્થાનિક લોકો એ વનવિભાગ ના કર્મચારીઓ ને જાણ કરી હતી,

ત્યારે વનરક્ષક ગજેન્દ્રસિંહબા એડેરાંણ વાળા આ સ્થળે પહોંચી આજગાર ને પકડી પાડવામાં સફળતા મળી હતી ને અજગર ને કોઈ પણ જાત નો નુકશાન ન થાય કે લોકો હેરાન ન કરે તેને લઇ દૂર જંગલ વિસ્તાર માં તેને મુક્ત કરી દેવાયો હતો જેને લઇ થાણા ગામ ના લોકો એ રાહત નો સ્વાશ લીધો હતો જોકે હાલ તબકે જંગલ વિસ્તાર અને ખેતરે આવા ભૂચર અને જળચર જાનવરો મોટી સંખ્યા માં નીકળતા હોવાથી લોકો એ પણ તકેદારી રાખવી તે અવયશક બન્યું છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.