
બનાસકાંઠા જિલ્લામાં 1 થી 4 ઈંચ વરસાદ વરસ્યો : પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે આજ સવારથી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ જિલ્લામાં મેઘમહેર થતા વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી જતા લોકો પરેશાન જોવા મળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડએલર્ટની અગાહી કરવામાં આવેલી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના 14 તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવી રહ્યા છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોના ઘરવખરીનો સામાન ને નુકસાન પહોંચ્યું છે. ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.તો બીજી તરફ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નેશનલ હાઇવેથી મેન બજાર તરફ જવાનો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા.