રાહ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત : બે ના મોત, ત્રણ ગંભીર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ રાહ : થરાદના રાહ ગામથી બનાસડેરીનું દૂધ ટેન્કર નંબર જીજે ૦ર વીવી ૩૭પ૩ ધાનેરા તરફ જઈ રહ્યું હતું ત્યારે રાહથી દોઢ બે કિલોમીટરના અંતરે આવેલ કોચલા ગામના પાટીયા નજીક ધાનેરા તરફથી આવતી વેગેનર ગાડી જીજે ૦પ સીકે ૦૭૭ર સાથે સામેથી ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વેગેનર ગાડીમાં સવાર લોકોમાં મફભાઈ પૂનમાભાઈ પ્રજાપતિ ઉ.વ.આશરે ૪૨ રહે મેઘપુરા તાલુકો થરાદવાળાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ દ્વારા ધાનેરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે તેવું ઘટના સ્થળે પર ઉભેલા લોકોએ જણાવ્યું હતું જ્યારે પ્રજાપતિ ભેરાભાઈ કાળાજી ઉ.વ.૪૦ નું સારવાર દરમીયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થવા પામ્યાં હતાં પરંતુ પોલીસ કે પરિવાર ન આવે ત્યાં સુધી મૃતકની લાશ રોડ પર પડી રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.