યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવને લઈને તંત્ર સજ્જ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : માં અંબાના પ્રાગટ્ય મહોત્સવને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોષ સુદ પૂનમના દિવસે મા અંબા નો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. વિવિધ કાર્યક્રમો અને માની શાહી સવારી અંબાજીના માર્ગો પર ફરશે ત્યારે ગુજરાત ભર મા થી ૨ લાખ જેટલા શ્રદ્ધાળુ મા અંબા નો પ્રાગટ્યોત્સવ મનાવશે. પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ તારીખ ૯-૧-૨૦૨૦ અને તારીખ ૧૦-૧-૨૦૨૦આ બંને દિવસે માં અંબાના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અંદાજે બે લાખ જેટલા માઇભકતો માં અંબાના પ્રાગટ્ય મહોત્સવ માં ભાગ લેશે. જિલ્લા કલેકટર સંદીપકુમાર સાંગલે ના જણાવ્યા મુજબ, ખાસ કરીને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટી તંત્રે મા અંબાના પ્રાગટ્યોત્સવ ની  તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.  પોષી પૂનમ અને શુક્રવારે સવારે ગ્રામજનો અને યાત્રાળુઓ સહિત માઇભકતો સાથે ગબ્બર પરથી માની અખંડ જ્યોતના અંશ લઈ અને માતાજીના અસ્ત્ર અને આયુધો સાથે ઢોલ નગારા સાથે મા અંબાની ગબ્બર થી શોભાયાત્રા નીકળશે જોકે આ યાત્રા અંબાજી મંદિરે આવી અને મંદિરમાં પૂજા અર્ચના બાદ માતાજીના શક્તિ દ્વાર પર મહા આરતી થશે અને ત્યારબાદ માં અંબા ગજરાજ પર આરૂઢ થઇ અને ફુલ વરસાવતી તોપની સાથે બેન્ડવાજા શરણાઈઓ અને ૨૫ કરતાં વધુ વિવિધ ઝાંખી કરાવતી મંડળીઓ સાથે આ શોભાયાત્રા અંબાજીના પરંપરાગત માર્ગો પર નગરજનોને દર્શન આપશે. જ્યારે ચાચરચોકમાં યજ્ઞશાળા પાસે મહાશક્તિ નો યજ્ઞ પણ કરવામાં આવશે ગુજરાત ભરમાંથી આવનારા માઇભકતો અંદાજે ૬૦ જેટલા યજ્ઞકુંડ ઓ પરથી આ મહાયજ્ઞ નો લાભ લેશે જ્યારે બપોરે ચાચરચોકમાં શાકોત્સવ નો અન્નકુટ તથા છપ્પનભોગ નો અન્નકૂટ ધરાવીને આરતી થશે.  જો કે  પૂનમના દિવસે સવારે ૬ઃ૦૦ વાગ્યે આરતી થશે અને ૧૬૦૦ કિલો બુંદી પ્રસાદનું પણ વિતરણ થશે.
જોકે પોષી પૂનમના દિવસે ગુજરાત ભરમાંથી આવનારા માઈ ભક્તોને અંબિકા ભોજનાલયમાં જમવાની નિઃશુલ્ક પણ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરાઈ હોવાનું જિલ્લા કલેકટર સંદીપકુમાર સાંગલે જણાવ્યું હતું.  જોકે પૂનમની સાંજે અંબાજીના નગરજનો પોતાના ઘર અથવા વ્યવસાયના સ્થળે દીપ પ્રગટાવીને સમગ્ર શહેરને ઝળહળતું પણ કરશે ત્યારે ગબ્બર ખાતે આવેલા ૫૧ શક્તિપીઠ માં લોક કલ્યાણ અર્થે શતચંડી યજ્ઞ પણ કરાશે  ત્યારે આ અંબાનો પ્રાગટ્ય ઉત્સવ બે દિવસ ઉજવાનારા છે. જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો વિદ્યાર્થીઓને પુરસ્કાર સહિત રોશનીથી સમગ્ર અંબાજી શહેર પણ ઝળહળી ઉઠશે ત્યારે બનાસકાંઠા વહીવટીતંત્રે ગુજરાતભરમાંથી આવનારા ભાઈ માઇભકતો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અને સમગ્ર ગુજરાતના માઇભકતો મા અંબાના પ્રાગટ્યોત્સવને મનાવવા માટે થનગની રહ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.