મેડિકલ વેસ્ટ અને એલોપેથી દવાઓ મળી આવતા નોટિસ ફટકારાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં શોપિંગ સેન્ટરમાં દવાખાનું ચલાવતા તબિબને ત્યાં મંગળવારે બપોર બાદ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હોમીઓપેથી ની ડીગ્રી હોવા છતાં એલોપેથી દવા કરતાં નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. ડીસા શહેરના ચંદ્રલોક રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર સામેના દિપ-મીત કોમ્પ્લેક્ષમાં ડા. દિપક મોદી ખાનગી દવાખાનું ચલાવે છે. ડાકટર દ્વારા જાહેરમાં મેડીકલ વેસ્ટ નંખાતો હોઇ સ્થાનિક રહીશો દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. આથી મંગળવારે બપોર બાદ ડીસા આરોગ્ય વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરતાં મેડીકલ વેસ્ટ ઉપરાંત એલોપથી દવા મળી આવી હતી. જેથી તપાસ અધિકારીઓએ ડીગ્રી ન હોવા છતાં લોકોને દવા, ઇન્જેક્શન અને બાટલા ચઢાવી એલોપથી દવા કરનાર ડા. દિપક મોદીને નોટીસ ફટકારી ડીગ્રી અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું. આ અંગે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડા. જે.એચ.હરીયાણીએ જણાવ્યું હતુ કે,”મેડીકલ વેસ્ટ સહિતના મુદ્દે સ્થાનિક રહિશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેથી તપાસ કરતાં ડાકટર દિપક મોદીએ કોઇ પણ પ્રકારની ડીગ્રી લખ્યા વગર એલોપથી દવા કરતો હતો અંને દવાખાના માથી દવા સહિતનો જથ્થો મળી આવ્યો છે. જે અંગે કાયદેસર ની કાર્યવાહી કરાશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.