ભાચરના કર્મચારીને કારણે કચ્છના આડેસરથી થરાદનો કિશોર મળી આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ   થરાદ : થરાદના વડગામડામાંથી એક કિશોરને રાજસ્થાનનો મુળ કચ્છ ભુજના આડેસરની એક હોટલમાં રહેતો શખસ અપહરણ કરીને લઇ આવ્યો હતો. આ બનાવની આડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતા થરાદ તાલુકાના ભાચર ગામના ભાંણજીભાઇ પ્રજાપતિ નામના પોલીસકર્મીને ખાનગી બાતમી મળી હતી. આથી કર્મચારીએ થરાદ પોલીસને સામેથી આવા કોઇ કિશોર લાપત્તા અંગેની પુછતાછ કરતાં સામેથી થરાદ મથકમાંથી લેંડાઉ ગામનો વિક્રમભાઇ છગનભાઇ એપા ઉવ- ૧૪  નામનો કિશોર ખેતમજુરી કરતા પરિવાર સાથે વડગામડા ગામે રહીને ધોરણ આઠમાં ભણતો હતો. જે વિધાર્થી આઠ દિવસ પહેલાં સ્કુલે ગયા બાદ ગુમ થયો હતો. જે બાબતનો થરાદ પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં- ૧૧૧૯૫૦ ૫૦૦૦૧૧૮/૨૦ આઇ.પી.સી-૩૬૩ મુજબના ગુનો દાખલ થયેલ હોવાની માહિતી મળી હતી. આથી નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા તથા સર્કલ પો.ઇન્સ. રાપરના માર્ગદર્શનથી આડેસર ચેકપોસ્ટના કર્મચારીઓ પી.એસ. આઇ, બી.વી. ચુડાસમા અને પો.કોન્સ. બલભદ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકી, ભાણજીભાઇ પ્રજાપતી, રાકેશભાઇ ચૌધરી, અનાભાઇ પટેલ, દિનેશભાઇ ચૌધરી, મગનભાઇ પઢીયાર, દલપતસિંહ સોલંકી તથા રાકેશભાઇ પટેલે આડેરસમાં આવેલી હોટલ ચૌધરી સી.ટી.સી. બાલાજી માખેલ ટોલપ્લાજાની બાજુમાંથી શકદાર નેબાભાઇ લાખાભાઇ પંડ્‌યા રહે-તરલા તા-ચોહટન જી-બાડમેર (રાજસ્થાન)ના કબ્જામાંથી છોડાવી થરાદ પોલીસને સોંપ્યો હતો. જો કે શકદારને પણ ખબર પડી જતાં તે પોલીસને હાથતાળી આપીને નાસી છુટ્યો હતો.પરંતુ પોલીસે તેને પણ ઝડપી લઇ અપહરણ થનાર બાળક તથા શકદારને અપહરણ થનારના પિતાની હાજરીમાં થરાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આમ થરાદનો કર્મચારી આડેસરમાં ફરજ બજાવતો હોઇ કચ્છના આડેસરથી કિશોરનું ઝડપી પરિવાર સાથે મિલન થયું હતું.
 
                                                                                                                                                                                                 અહેવાલ  : વિષ્ણુ દવે
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.