બનાસકાંઠા જિલ્લામાં તા.૧૬ એપ્રિલથી વસ્તી ગણતરી-૨૦૨૧નો પ્રારંભ થશે

બનાસકાંઠા
બનાસકાંઠા

                                   વસ્તી ગણતરી-૨૦૨૧ને અનુલક્ષી પાલનપુર 
                              કલેકટર કચેરી ખાતે ચાર્જ ઓફિસરોને તાલીમ અપાઇ
પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં આગામી તા.૧૬ એપ્રિલથી રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૧નો પ્રારંભ થશે. વસ્તી ગણતરી-૨૦૨૧ને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ સાગલેની ઉપસ્થિતિમાં તમામ મામલતદારો અને નગરપાલિકાના ચીફ ઓફિસરોને ચાર્જ ઓફિસર તરીકેની તાલીમ આપવામાં આવી હતી. બે દિવસીય તાલીમમાં વસ્તી ગણતરી કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તથા ઘરે ઘરે જઇને વસ્તી ગણતરીની કામગીરી ખુબ જ ચોક્કસાઇ પૂર્વક કરવા અંગે પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા અને માસ્ટર ટ્રેનરો દ્વારા તાલીમ આપી ચાર્જ ઓફિસરોને સજ્જ કરવામાં આવ્યા છે. 
         વસ્તી ગણતરી-૨૦૨૧માં માટે બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત ૫૪૦૪ ગણતરીદારો અને ૯૦૦ જેટલાં સુપરવાઇઝરોની નિમણુંક કરવામાં આવી છે. તાલીમમાં કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય કામગીરી ખુબ જ ખંત અને કાળજીપૂર્વક કામગીરી કરીએ. મોબાઇલ એપ્લીંકેશનની મદદથી આ વસ્તી ગણતરી કરવામાં આવનાર છે એમાં ગણતરીદારો અને સુપરવાઇઝરોને કોઇપણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં આ કામગીરી સરળતાથી થાય તે માટે સુચના આપવામાં આવી છે.  

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.