બનાસકાંઠાં મંદિર ચોરીમાં ગઢવી ગેંગના આરોપી ઝબ્બે, વિગતો ચોંકાવનારી

બનાસકાંઠા
બનાસકાંઠા

        ઉતર ગુજરાતમાં ચોરી તથા ઘરફોડ ચોરીઓના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલ ગઢવી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત પાંચ ઇસમોને ધાડ, લુંટના ગુનાનો અંજામ આપતા પહેલા ઝડપી લઇ કુલ-૧૨ મંદીર ચોરીઓના આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
           બનાસકાંઠા એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી આ પ્રકારના ગુનાઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે માહીતી મેળવી તાજેતરમાં જિલ્લામાં બનેલ ઘરફોડ તથા લુંટના બનાવો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. આ દરમ્યાન બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ પો.કો. પ્રકાશભાઇ જોષીની બાતમી આધારે એલસીબીના માણસોએ થરાદ સાંચોર ચાર રસ્તા ખાતે નાકાબંધી દરમ્યાન પ્રાણઘાતક હથિયારો સાથે લુંટ કરવા નીકળેલ દિયોદર પંથકની ગઢવી ગેંગના ઇસમો (૧) હીતેશભાઇ રાંમભાઇ દેવકરણભાઇ ગઢવી રહે.મૂળ ચીભડા તા.દિયોદર હાલ રહે.થરા, નંદનવન સોસાયટી તા. કાંકરેજ (ર) અશુભા ઉર્ફે અશુભાઇ રામભાઇ દેવકરણભાઇ ગઢવી રહે.મૂળ ચીભડા તા.દિયોદર હાલ રહે. થરા, નંદનવન સોસાયટી તા.કાંકરેજ (૩) હકાજી સ્વરૂપજી ઠાકોર રહે.ચીભડા, આથમણા વાસ તા. દિયોદર (૪) મહેશજી બચુજી ઠાકોર રહે.જોરાપુરા તા.ડીસા હાલ રહે.થરા, મારૂતીનગર સોસાયટી તા. કાંકરેજ (૫)આકાશસિંહ શ્યામસિંહ સરદાર (લુહાર)રહે.થરા, ઇન્દ્રનગર પ્લોટમાં તા.કાંકરેજવાળાઓને પ્રાણઘાતક હથિયારોથી સજ્જ થઇ ધાડ, લુંટ ના ગુનાને અંજામ આપે તે પહેલાં પકડી લીધા હતા.
          સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ કરી એલસીબી બનાસકાંઠા,પાલનપુરના દ્વારા કુલ-૧૨ અનડીટેક મંદીર ચોરીના ગુનાઓ શોધી કાઢેલ છે. અને તેમાં બનાસકાંઠા જિલ્લાના કુલ-૦૯ તથા પાટણ જિલ્લાના કુલ-૦૨ તથા મહેસાણા જિલ્લાના કુલ-૦૧ ગુનાઓ શોધી કાઢેલ છે.
 
 
                આરોપીઓના કબજામાંથી કબજે કરેલ હથિયારો
 
 
(૧) એક લોખંડની તલવાર
(૨) લોખંડની છરીઓ નંગ-૦૩
(૩) લોખંડનુ ખાતરીયુ નંગ-૦૨ જેનો ઉપયોગ ચોરી કરવામાં થાય તે
(૪) એક લોખંડની આરી જેનો ઉપયોગ લોખંડ કાપવા માટે કરવામાં થાય તે
(૫) એક લોખંડનુ પકકડ
(૬) એક ટેસ્ટર
(૭) એક બેટરી
(૮) સ્વીફટ કાર
(૯) રોકડ રકમ રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૨,૦૫,૫૬૦/- નો મુદામાલ સાથે લુંટ, ધાડ પાડવાની તૈયારી સાથે મળી આવતા તેમના સામે થરાદ પો.સ્ટે.માં ઇ.પી.કો.કલમ-૩૯૮,૩૯૯,૪૦૦,૪૦૧,૪૦૨ મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલ છે.
 
                                                         
                     આરોપીઓના કબજામાંથી કબજે કરેલ હથિયારો
 
(૧) થરા પો.સ્ટે. ફ. ગુનાનં.૨૦/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે અધગામ તા.થરા ખાતે આવેલ અંબાજી માતા તથા શંકર ભગવાનનુ મંદીરમાંથી ચાંદીના આભુ ષણો તથા અન્ય ચીજવસ્તુઓની ચોરી કરેલ છે.
(ર) ભીલડી પો.સ્ટે. ફ. ગુનાનં.૨૨/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૮૦,૧૧૪ મુજબના કામે બલોધર તા.ડીસા ખાતે આવેલ ગોગા મહારાજ ના મંદીરમાંથી ગોગા મહારાજની મૂર્તિ તથા ચાંદી ના છતરની ચોરી કરેલ છે.
(૩) ભાભર પો.સ્ટે. ફ. ગુનાનં.૧૩/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે સુથાર નેસડી તા.ભાભર ખાતે આવેલ મેલડી માતાના મંદિરમાંથી ગેસનો બાટલો તથા ચાંદીના આભુષણોની ચોરી કરેલ છે.
(૪) ધાનેરા પો.સ્ટે. ફ. ગુનાનં.૧૦૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે શિયા તા.ધાનેરા ખાતે આવેલ નાગણેશ્વરી માતાના મંદિરમાંથી દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ છે.
(૫) થરાદ પો.સ્ટે.ફ ગુનાનં.૧૬૭/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે થરાદ ખાતે આવેલ જૈન દેરાસરમાંથી આભુષણો તથા રોકડ રકમની ચોરી કરેલ છે.
(૬) થરાદ પો.સ્ટે.ફ. ગુનાનં.૧૪૫/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે સણાવીયા તા.થરાદ ખાતે આવેલ સતીમાતા તથા શિવ મંદિરમાંથી આભુષણો તથા રોકડ રકમની ચોરી કરેલ છે.
(૭)વાવ પો.સ્ટે. ફ. ગુનાનં.૭૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે અસારા તા.વાવ ખાતે આવેલ રામજી મંદિરમાંથી રોકડ રકમની ચોરી કરેલ છે.
(૮) વાવ પો.સ્ટે. ફ.ગુનાનં.૦૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે વાંઢીયા વાસ તા.વાવ ખાતે આવેલ ચામુંડા માતા ના મંદિરમાંથી આભુષણો તથા અન્ય ચીજ વસ્તુ ઓની ચોરી કરેલ છે.
(૯) સુઇગામ પો.સ્ટે. ફ. ગુનાનં.૪૫/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે ઉચોસણ તા.સુઇગામ ખાતે આવેલ ગોગા મહારાજ તથા જૈન મંદિરમાંથી રોકડ રકમની ચોરી કરેલ છે.
(૧૦) કાકોશી પો.સ્ટે. ફ. ગુનાનં.૪૭/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૪૪૭ મુજબના કામે નેદ્રોડા તા.સિધ્ધપુર ગામે આવેલ નિલકંઠેશ્વર મહાદેવના મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ છે.
(૧૧) બેચરાજી પોસ્ટે ફ. ગુનાનં.૦૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૪૪૭,૩૭૯, ૧૧૪ મુજબના કામે રાંતેજ (રાજપુરા)થી પ્રતાપનગર તા. બેચરાજી રોડ ઉપર આવેલ જોગણી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તર તથા રોકડ રકમની ચોરી કરેલ છે.
(૧૨) વાગડોદ પો.સ્ટે. ફ. ગુનાનં.૬૬/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે ચારૂપ તા.સરસ્વતી
  ગામે આવેલ હરસિધ્ધ માતાના મંદિરમાંથી માતાજીના આભુષણોની તથા રોકડ રકમની ચોરી કરેલ છે.
 
 
                   ઝડપાયેલા આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ
 
(૧) હકાજી સ્વરૂપજી ઠાકોર કુલ-૦૯ ચોરી તથા અન્ય ગુનામાં પકડાયેલ છે.
(૨) હીતેશભાઇ રાંમભાઇ દેવકરણ ભાઇ ગઢવી કુલ-૦૯ ચોરી તથા અન્ય ગુનાઓમાં પકડાયેલ છે.
(૩) અશુભા ઉર્ફે અશુભાઇ રામભાઇ દેવકરણભાઇ ગઢવી કુલ-૦૩ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે.
(૪) આકાશસિંહ શ્યામસિંહ સરદાર (લુહાર) કુલ-૦૧ ચોરી તથા અન્ય ગુનાઓમાં પકડાયેલ છે.
(૫) મહેશજી બચુજી ઠાકોર કુલ-૦૧ ગુનામાં પકડાયેલ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.