પાલનપુર નજીક ઝાડ પર લટકેલી હાલતમાં યુવકની લાશ મળતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર-દાંતા હાઇવે પર રતનપુર નજીક ઝાડ પર લટકેલી હાલતમાં એક આશાસ્પદ યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવકની લાશને લઇ પંથકમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
 
 પાલનપુર-દાંતા હાઇવે પર રતનપુર નજીક બાવળના ઝાડ પરથી એક યુવકની લાશ મળી આવી છે. ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકેલી લાશ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસેને જાણ કર્યા બાદ ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતકની લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવકની લાશ મળ્યા બાદ મૃતક યુવાન રાજુભાઇ બાબુભાઇ પરમાર (ઉ.વ.ર૦. પાંન્છા, તા.દાંતા) હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. લાશ મળી આવ્યા બાદ યુવકે આપધાત કર્યો છે કે પછી તેને મારી લાશ અહિં લટકાવવામાં આવી તે સહિતના સવાલો પંથકમાં ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.