પાલનપુરમાં રેલી યોજવા જતી ૧૦૦ આંગણવાડી કાર્યકરોની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

 રખેવાળ ન્યુઝ પાલનપુર : આજે ટ્રેડ યુનિયનોની રાષ્ટ્ર વ્યાપી હડતાળમાં પોતાની પડતર માંગણીઓ ને લઈને બનાસકાંઠાની આંગણવાડી બહેનો પણ જોડાઈ હતી. જોકે, પાલનપુર ખાતે આંગણવાડી બહેનોની રેલીને મંજૂરી ન મળતા રેલી યોજવાનો પ્રયાસ કરતી ૧૦૦ જેટલી બહેનોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને પૂરતું વેતન અપાતું નથી. કામના બદલામાં વેતન ન મળવા સહિતની વિવિધ માંગણીઓને લઈને  રાજ્યભર માં આંગણવાડી કાર્યકર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યા છે. જેમાં પાલનપુર ખાતે પણ જિલ્લભરમાંથી ઉમટેલી બે હજારથી વધુ આંગણવાડી બહેનોએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કરતા પોલીસે ૧૦૦ બહેનોની અટકાયત કરી હોવાનું પ્રમુખ ચંપાબેન પરમારે જણાવ્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા પાલનપુર ખાતે રેલીનું આયોજન કરાયું હતું. સિવિલ હોસ્પિટલમાંથી યોજાનાર રેલીને લઈને વિશાળ સંખ્યામાં કાર્યકર બહેનો અને તેડાગર બહેનો આવી પહોંચી હતી. જોકે, રેલીની મંજૂરી ના મળતા બહેનોએ કલેકટર કચેરીએ જઈ કલેકટર સંદીપકુમાર સાંગલેને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. જેમાં માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.