પાલનપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં લાલીયાવાડી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર: પાલનપુરમાં કચરાના કલેક્શન માટે ટેક્ટર મારફત ડોર-ટુ-ડોર કલેક્સન કરી નિકાલ કરવામાં આવે છે.પરંતુ આબુ હાઇવે પરની સોસાયટીમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાલીયાવાડી ચલાવી પાંચ દિવસે કચરો કલેક્શન કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભિતી સેવાઇ રહી છે.
દેશભરમાં કોરોના વાયરસનો કહેર છે.સરકાર એક તરફ સ્વચ્છતા ઉપર ભાર મુકવા માટેની  વાતો કરે છે.બીજી તરફ દિવા તળે અંધારૂ જેવો ઘાટ ઘડાયો છે.પાલનપુર શહેરમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે પાલિકા દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને ખાનગી કોન્ટ્રાક્ટર મારફતે ડોર-ટુ-ડોર ટ્રેક્ટર ફેરવિ રહીશોના ઘરેથી કચરો એકત્ર કરવામાં આવી રહ્યો છે. પરંતુ કચરા કલેક્સન કરનાર સંચાલકો દ્વારા ટેક્ટરનું ઇધણ બચાવવા માટે હાઇવે વિસ્તારમાં પાંચ દિવસ કચરો કલેક્સન કરવા માટે આવે છે. જેના કારણે લોકોના ઘર પાસે ચાર દિવસ સુધી કચરાની ડોલો ભરેલી રહે છે.જેના કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવાની ભિતી સેવાઇ રહી છે.કચરો કલેક્શનના સંચાલક કેટલી સોસાયટીઓમાં ગુલ્લી મારી ઇધણ બચાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે પાલિકાના ચિફ ઓફીસર દ્વારા લાલ આંખ કરી કડક પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.