પાલનપુરમાં ડમ્પર એસોસિએશન દ્વારા દશ દિવસની હડતાળ..

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના પાલનપુરમાં ડમ્પર એસોસિએશન દ્વારા દશ દિવસની હડતાળ પાડવામાં આવી છે. ઓવરલોડ ડમ્પર બંધ કરવા અને યોગ્ય ભાવ મળી રહે તે માટે ડમ્પર એસોસિએશન દશ દિવસ હડતાળ રાખશે.
 
 
બનાસકાંઠામાંથી પસાર થતી બનાસનદીની રેતીની સમગ્ર રાજ્યમાં ભારે માંગ છે ત્યારે આ રેતી ડમ્પરો મારફત ઉતારવામાં આવે છે ત્યારે અવારનવાર ઓવરલોડ ડમ્પરોને લઈને વિવાદ સર્જાતા હોય છે અને ક્યારેક પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા પણ ડમ્પર પકડીને ડિટેઇન કરતા હોય છે ત્યારે પાલનપુર ડમ્પર એસોસિએશન દ્વારા આજે હડતાળ પાડી ઓવરલોડ ડમ્પરો બંધ કરવાની માંગ સાથે ભાવ વધારાની પણ માંગ કરી રહ્યા છે. ડમ્પર માલિકો દ્વારા અંદાજીત 300 થી 350 જેટલા ડમ્પરો બંધ કરી દીધા હતા.અને રોડ પર દોડતા ઓવરલોડ ડમ્પરો ઉભા રાખી સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ બાબતે ડમ્પર માલિક રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઓવરલોડ ડમ્પર ભરવાના કારણે ડમ્પર ને નુકશાન થાય છે સાથે ખનિજની પણ ચોરી થતી હોય છે. જેથી ઓવરલોડ ડમ્પર ન ભરવા અને પાલનપુરમાં સારા ભાવ મળી રહે તે માટે અમોએ દશ દિવસની હડતાળ પાડી છે.અને એ સમય દરમ્યાન કોઈ ડમ્પર નિજળશે તો તેને રોકી સમજાવવાની કોશિશ કરીશું. પાલનપુરમાં અંદાજીત 300 ઉપરતા ડમ્પરોના ટાયર થભી ગયા હતા જ્યારે અન્ય ડમ્પર માલિકો પણ હડતાળમાં જોડાઈ રહ્યા છે. જેથી આગામી દશ દિવસ સુધી આ હડતાળ ચાલુ રહેશે તો માર્કેટમાં રેતીની માંગને લઈને તંગી ઉભી થશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.