પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં મિડિયાનું નામ બદનામ કરી લોકોને બ્લેક મેલ કરતી ઠગ ટોળકી ઝડપાઇ

L4BgAlm5Bpk
બનાસકાંઠા

ડીસા
 રાધનપુર,પાટણ, દિયોદર, બનાસકાંઠા જિલ્લામાં મિડિયાનું નામ બદનામ કરી લોકોને બ્લેક મેલ કરતી ઠગ ટોળકી ઝડપાઇ છે.રાધનપુર ખાતે સહેલી સંસ્થાની હેડ ઓફીસર જયા સોની રહે થરા, મોહસિન ચાંદખાન રહે રાધનપુર ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિયેશન નામના બેનર તળે ઘરેલુ હિંસાનો ભોગ બનેલ મહિલાઓના સંપર્ક કરી કેટકાય લોકોને પ્રેસના બનાવટી કાર્ડ બનાવી આપી ગરીબ અભણ લોકો સાથે છેતરપિંડી, બળજબરી, બ્લેક મેન કરી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. ત્યારે આ બાબતે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં રાધનપુર પોલીસ સક્રિય બની ઠગ ટોળકીને ઝડપી લીધી છે.
રાધનપુર પોલીસના જણાવ્યા મુજબ તા.૧૧/૧/૨૦૨૦ ના રોજ સોનલબેન ગણપતસિંહ રાજપૂતની બળજબરીપૂર્વક પૈસા કાઢવા, ગોધી રાખવા વિગેરે બાબતની ફરિયાદના આધારે આરોપીઓની અટકાયત કરી છે. જોકે, અગાઉ જયા સોની, મોહસીન ચાંદખાન મારામારી, જુગારના ગુનામાં સંડોવાયેલા હોય પાટણ ખાતે સબ જેલમાં હતા. રાધનપુર પોલીસ દ્વારા તપાસ કરતાં આ ગુનામાં સંડોવાયેલા રાધનપુરના કવિતાબેન પ્રમોદભાઈ, નિરજકુમાર, ભરતકુમાર લાલજીભાઈ, સુરેન્દ્ર ઉર્ફે પ્રવિણ રઘાજી, મયુર યસવંત ઠક્કર, નિલેશ ઠક્કર, જયેશ ઠાકોર રહે રોડા સમી તથા દિયોદરને જેલના હવાલે કરવામાં આવ્યા છે. જે અંગે રાધનપુર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ રાધનપુર પીઆઈ, સોલંકી તથા પી.એસ. આઈ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.