થરાદ ગંજબજારમાંથી દાડમ ભરી નિકળેલા ટ્રક માલિક અને ડ્રાઈવરે ૨૧ ટન દાડમનું બારોબારીયુ કર્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ  : થરાદ માર્કેટયાર્ડમાંથી સોમવારે ૨૧ ટન દાડમ ભરી દિલ્હી જવા રવાના થયેલો ટ્રક ૫ દિવસ સુધી દીલ્હી ન પહોચાડી ટ્રકમાં ભરેલા ૫.૨૫ લાખના દાડમનું ટ્રક ચાલક અને ટ્રક માલિક બારોબારીયુ કરી ગયાના આક્ષેપો સાથે ટ્રાન્સપોર્ટ સંચાલકે બે સામે ફરિયાદ નોંધાવી હતી. 
થરાદના કરણપુરા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઇશ્વરભાઇ નાનજીભાઇ પટેલ અને તેમના ભાગીદાર અમરસિહએ સોમવારે વેપારી તૌફીક એહમદ અને ફીરોજઅલીના ૨૧ ટન દાડમ આશરે કિંમત રૂ.૫,૨૫, ૦૦૦ દિલ્હીના આજાદપુર માર્કેટમાં મોકલવા મોનું રામચરણની ટ્રક નં . એચઆર – ૭૪ – એ – ૩૯૧૭માં ભરાવી ટ્રક દિલ્હી જવા રવાના કરી હતી. જો કે તે બાદ ટ્રક ડ્રાયવરે પોતાના ફોન પરથી ટ્રાન્સપોર્ટના અમરસિંહને ફોન કરી રૂ. ૧૦ હજાર ડીપોઝીટ લીધી હતી. પરંતુ તે બાદ ટૂંક સમયસર દિલ્હી ન પહોંચતા અમરસિંહએ ડ્રાયવરને ફોન કરવા કોશીશ કરી તો ફોન લાગ્યો નહી જ્યારે ટ્રક માલિક મોન રામચરણનો સંપર્ક કરતા તેમનો પણ સંપર્ક થયો ન હતો. જો કે ટ્રક રવાના થયાના ૫ દિવસ સુધી દાડમ દિલ્હી ન પહોચતા તપાસ કરતાં ડ્રાયવર અને ટ્રક માલિકે વિશ્વાસઘાત કરી દાડમનુ બારોબારીયુ કર્યાનું જણાતા ટ્રાન્સપોર્ટ સંચાલક ઇશ્વરભાઇ નાનજીભાઇ પટેલએ થરાદ પોલીસ મથકે ટ્રક માલિક મોનુ રામચરણ શર્મા અને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.