ડીસા જીઆઈડીસી નજીક ઝેરી પદાર્થ આરોગતા બે ગાયોના મોત

MOD03kdb1mo
બનાસકાંઠા

ડીસાના જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલી ખુલી જગ્યાની આસપાસ મોટા ભાગની ફેકટરીઓનો કચરો ફેંકવામાં આવી રહ્યો છે. જે ઝેરી કચરો અહીં આસપાસ ફરતી અનેક ગાયો આરોગી જાય છે. જેથી ગાયોના જીવ જોખમાય છે. શનિવારે આવો ઝેરી કચરો આરોગી જતા બે ગાયોના તરફડીને મોત નિપજ્યા હતા. જ્યારે એક ગાય ગંભીર રીતે બીમાર પડતા તેને એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલે બાજુમાં જ ખેતર ધરાવતા સુરેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે અહીં અવાર નવાર આસ પાસમાં આવેલ જીઆઈડીસી વિસ્તારના ફેકટરી માલિકો દ્વારા અહીં ઝેરી કચરો નાખી દેવામાં આવે છે. જેને આ ગાયો આરોગતા તેઓ મૃત્યુ પામી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા સત્વરે ઘટતાં પગલાં ભરાય તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ પણ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.