ડીસા એસડીએમ અને મામલતદાર ભીલડી માર્કેટયાર્ડ અને બજારની ઓચિંતી મુલાકાતે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા એસડીએમ એચ.એમ પટેલ તેમજ મામલતદાર એ.જે.પારગીએ ભીલડી માર્કેટયાર્ડ અને બજારની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેઓએ સમગ્ર માર્કેટયાર્ડની તેમજ હરાજીની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ અહી માર્કેટયાર્ડ માં આવતા ખેડૂતો તેમજ વેપારીભાઈઓને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ સોશીયલ ડિસ્ટન્સનુ પાલન કરવાની સુચનાઓ આપી હતી ત્યાર બાદ આવેલ ટીમે ભીલડી બજાર અલગ અલગ દુકાનો પણ ચેક કરી હતી તેમાં વેપારી ઓ માસ્ક વગર અને સૅનિટાઈઝર વગરનાને પંચાયત દ્વારાદંડ ફટકરાયા હતા. તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. કોરોન્ટાઇન સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ભીલડી પી.એસ.આઇ.આશાબેન શાહ દ્વારા નિયમોનું કડક પાલન કરવા જણાવ્યુ હતું.
આ સમયે તેમની સાથે નવી ભીલડી સરપંચ મહેશભાઇ મોદી, ક્લાર્ક દશરથભાઈ જોષી, ભીલડી વેપારી એસોસીએશન પ્રમુખ નટુભાઇ ઠક્કર, ભીલડી માર્કટયાર્ડના ડિરેકટર દશરથભાઇ પટેલ, એગ્રો એસોસીએશનના પ્રમુખ નારણભાઇ જોષી, વહિવટી તંત્રની ટીમના ધનજીભાઇ જોષી, અશ્ર્વીનભાઇ જોષી તલાટી ભીલડીના આગેવાનો રઘુભાઇ રાજગોર, સરુપજી ઠાકોર, તેમજ પ્રતિષ્ઠિત વેપારીઓ સાથે રહયા હતા તેમજ વહિવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી. ભીલડી નવા આવેલ પીએસઆઈ આશાબેન શાહએ પણ ભીલડીના વેપારીઓને સોશીયલ ડિસ્ટન્સ જાળવી અને માસ્કનો ઉપયોગ ફરજીયાત કરવા અને ગામડાઓમાંથી આવતાં લોકોને પણ માસ્ક પહેરવા માટે અનુરોધ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.