ડીસામાં લોકડાઉનની અસર નહિવત

Vu82NOi90UY
બનાસકાંઠા

લોકડાઉનની 
સમગ્ર દેશ માં ૨૧ દિવસ નું લોકડાઉનના આદેશ બાદ પણ ડીસામાં તેની અસર નહિવત જોવા મળી હતી. વહેલી સવાર માજ લોકો વાહનો લઈ મોટી સખ્યામાં  બજારમાં આવી પહોંચ્યા હતા અને ભીડ કરતા પરિસ્થિતિ વિકટ બની હતી
 
સમગ્ર દુનિયામાં  કોરોના વાયરસનો આંતક ફેલાયો છે દિન પ્રતિદિન ભારત સહિત વિવિધ દેશોમાં  મૃત્યુના આંકડા વધી રહ્યા છે  આ જીવલેણ રોગે ભારતને પણ ભરડામાં લીધું છે  જેને લઈ તેના દર્દીઓના આંકડા પણ વધી રહ્યા છે  જો કે આ મહામારીને સંક્રમણને રોકવાનો એક માત્ર ઉપાય  લોક ડાઉન હોઈ  સમગ્ર દેશ માં ૨૧ દિવસના લોકડાઉનના આદેશ આપવામાં આવ્યા છે જો કે સરકારના આ આદેશ બાદ પણ મોટાભાગના લોકો તેનો અમલ કરતા નથી  જેમા શુક્રવારે પણ ડીસાના શાકમાર્કેટ નજીકમાં મોટી સખ્યામાં લોકો વાહનો લઈ ઉમટી પડ્યા હતા અને સોસીયલ   ડિસ્ટન્સનું પણ પાલન કર્યા વિના  મોટા ટોળા કરી ખરીદી કરતા  જોવા મળ્યા હતા  જેથી મોટા પ્રમાણમાં ભીડ જમા થતા પરિસ્થિતિ વિકટ બની હતી.ત્યારે તંત્ર જીવન જરૂરી વસ્તુઓ માટે હોમ ડિલિવરીનો પ્રબંધ કરે તે અનિવાર્ય નહિ પણ આવશ્યક છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.