ડીસામાં લઘુમતી યુવકે કોલેજીયન યુવતિને ફસાવી સુખ માણ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં લવજેહાદનો કિસ્સો સામે આવતા હિન્દુ સંગઠનો સહિતના ચોંકી જતા દોડધામ મચી છે. લઘુમતી યુવકે છેલ્લા કેટલાય દિવસો સુધી નામફેર કરી યુવતિને પ્રેમજાળમાં ફસાવી હતી. માથાકુટની વચ્ચે યુવતિને જાણ થતાં પરિવારજનોને પગતળેથી જમીન ખસી ગઇ છે. તાત્કાલિક અસરથી ડીસા પોલીસ મથકે પહોંચી ભારે મથામણને અંતે લઘુમતી સમાજના આરોપી યુવકો વિરૂધ્ધ ફરીયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં કોલેજ કરતી હિન્દુ સમાજની યુવતિને સ્થાનિક યુવક સાથે સંપર્ક થયો હતો. આ દરમ્યાન પોતાનું નામ બદલી યુવક અને તેના સાગરીતોએ યુવતિને વાતોમાં ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતિ ઘણા સમય સુધી માહિતીમાં ગેરમાર્ગે દોરાઇ રહ્યા બાદ અચાનક સામાન્ય રકઝક થઇ હતી. જેમાં યુવક અને તેના સાગરિતો લઘુમતી હોઇ લવજેહાદના આશયથી ફસાવતાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેની જાણ યુવતિના પરિવારજનોને થતાં ડીસા ધારાસભ્ય સહિત હીન્દુ સંગઠનોને જણાવ્યુ હતુ.
 
આ સમગ્ર ગતિવિધિને અંતે ગત શુક્રવારે મોડી સાંજે ધારાસભ્ય શશીકાન્ત પંડ્યા સહિતના કટ્ટર હિન્દુ સંગઠનના આગેવાનો ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા. આ દરમ્યાન આરોપીઓ વિરૂધ્ધ કડકમાં કડક કલમો સાથે ફરીયાદ નોંધાવવામાં આવી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવતિ સાથે બનેલી ઘટના પરિવાર સહિત હિન્દુ સંગઠનના આગેવાનો સમક્ષ પ્રગટ થતાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં ભયાનક આશયથી લઘુમતી સમાજના કેટલાક યુવકો નામ બદલી હિન્દુ યુવતિઓને પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે.
 
ડીસા ઉત્તર પોલીસ મથકે સામે આવેલી વિગતોમાં કોલેજીયન યુવતિઓને રેડ સિગ્નલ મળતી હોવાનું પ્રતિત થયુ છે. પોલીસ મથકે સામે આવેલા લઘુમતી સમાજનો આ આરોપી બાઇક ઉપર રાજ નામનો શબ્દ લખાવી હિન્દુ હોવાનો ડોળ કરતો હતો. કોલેજીયન યુવતિ શરૂઆતમાં તેની વાતોમાં આવી અનેક બાબતો અને જાણકારીઓ મેળવી શકી ન હતી. આ સાથે આરોપીએ પોતાના પરિચય બાબતે યુવતિને ગેરમાર્ગે દોરી શારીરીક સુખ પણ માણી લીધુ હતુ.
 
આરોપી યુવક વિશે વિગતો મેળવતા સનસનીખેજ અને ચોંકાવનારી વિગતો સામે આવી છે. હિન્દુ નામ ધારણ કરી બનાવટ કરતો આરોપી યુવક આ યુવતિ સિવાય અનેક સાથે સંબંધ બનાવતો હતો. ચારીત્ર્યહિન અને બદઇરાદાપુર્વક માત્ર શારીરીક શોષણના આશયથી એક પછી એક હિન્દુ યુવતિને ફસાવવાના સતત પેંતરા રચતો રહ્યો છે. આ વિગતો સામે આવતા સમગ્ર ડીસા પંથકના હિન્દુ આગેવાનોમાં આરોપી વિરૂધ્ધ ધૃણા અને ગુસ્સો વધ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.