ડીસામાં દાડમની ખેતી પધ્ધતિ પર રાજયકક્ષાનો ત્રિદિવસીય ઓનલાઈન ખેડૂત વર્કશોપ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : હાલમાં કોરોનાને લીધે બનાસકાંઠામાં સંપુર્ણ લોકડાઉનની પરિસ્થિતી છે. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા ધ્વારા સોમવારથી ‘દાડમની ખેતી પધ્ધતિ પર ત્રિદિવસીય’ ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ૨૨ જીલ્લાના ૨૧૮ જેટલાં ખેડૂતો, ગ્રામીણ યુવાનો અને મહિલા ખેડૂતોએ તેમજ રાજ્યના ૨૧ અધિકારીઓ ઓનલાઈન ગુગલ મીટ એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી ભાગ લીધો છે.
અત્યારના આધુનિક ટેકનોલોજીના યુગમાં ખેડૂતોને તાલીમ લેવા માટે દેશમાં સૌપ્રથમ વાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા દ્વારા ત્રિદિવસીય ઓનલાઈન વર્કશોપની પહેલ કરવામાં આવી છે. આ બીજા વર્કશોપ કાર્યક્રમની શરૂઆતના પ્રથમ દિવસે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડા વી. ટી. પટેલએ કાર્યક્રમ થકી ઓનલાઈન ભાગ લઈ રહેલ ખેડૂતમિત્રો તથા મુખ્યમહેમાન, વકતાઓનું હાર્દિક સ્વાગત કરી દાડમના વધતા વિસ્તાર વિશે જણાવેલ. ત્યાર બાદ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર.કે.પટેલે કાર્યક્રમની શરૂઆત કરી અને ખેડૂતોને દાડમમાં રહેલા પોષક તત્વો, આરોગ્ય માટે કેવી રીતે લાભદાયી છે તેમજ દાડમની ખેતી પધ્ધતિ દ્વારા આવનારા ભવિષ્યમાં મુલ્યવર્ધન તકો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા. ઓનલાઈન કાર્યક્રમના મુખ્ય મહેમાન ર્ડા.લખન સીંગ, ડાયરેકટર, અટારી કચેરી, પુના (મહારાષ્ટ્ર) ધ્વારા ખેડૂતોને દેશના જુદા જુદા રાજ્યોમાં થતી દાડમની ખેતી વિશે માહિતી આપી તેમજ વ્યવસાય તરીકે દાડમની ખેતી કરવાથી તેમજ મુલ્યવર્ધન કરી વધુ આવક મેળવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.