ડીસામાં તસ્કરો ત્રાટકયા : એક મકાનમાં રોકડ અને સોનાના દાગીનાની ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના લાલચાલી વિસ્તારમાં આવેલ એક મકાનમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાંથી એક લાખ રૂપિયાથી વધુ રકમ રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટના દરમિયાન ઘરમાલિકની પત્ની જાગી જતાં તેને જોરથી બૂમો પાડી હતી. જેથી ઘરમાલિક તગાજી બ્રાહ્મણ બહાર નીકળતા ચોરી કરવા આવેલા ઈસમો જે બાઈક લઈને આવ્યા તે બાઈક મૂકી ફરાર થઈ ગયા હતા. આ મામલે ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.