ડીસાઃ પાન-મસાલાની દુકાને પડાપડી, છુટક વેપારીઓની ભીડ

બનાસકાંઠા
બનાસકાંઠા

  રખેવાળ, ડીસા

કોરોના વાયરસ સામે લડવા લોકડાઉન-૪ આપ્યા બાદ તેમાં કેટલીક છૂટ-છાટ આપવામાં આવી છે. જેમાં ગુટખા-પાન-મસાલાની પણ છૂટ અપાઇ હોવાથી બજારોમાં વેપારીઓ અને ગુટખાના બંધાણનીઓની લાઇનો લાગેલી છે. આજે ડીસા શહેરમાંથી પણ કંઇક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. પાન-મસાલાની દુકાને છુટક વેપારીઓ અને લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોના મનમાં જાણે કોરોનાનો કોઇ ભય ના હોય અને સરેરામ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી તેઓ લાંબી લાઇનો લગાવી પાન-મસાલા લેવા પડાપડી કરી હતી.

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાંથી પાન-મસાલા લેવા માટે પડાપડી કરતા લોકોના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ડીસા શહેરમાં પણ કોરોનાના કેસ નોંધાયા હોવા છતાં પણ લોકોમાં જાગૃતિનો અભાવ હોય તેમ લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા છે. ગુટખાની હોલસેલ એજન્સીમાં ગ્રાહકોની ભારે ભીડના દ્રશ્યો સામે આવતા ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાને કારણે ગુટખાના વેપારીઓને વેપાર કરવો મુશ્કેલ બન્યુ છે.

લોકડાઉનના પ્રથમ ત્રણ તબક્કામાં પાન-મસાલા-ગુટખા પર પ્રતિબંધ હતો. આમ છતાં પણ અમુક વેપારીઓ બેફામ ભાવ લેતા હોવાથી અનેક જગ્યાએથી પાન-મસાલા-ગુટખાનો જથ્થો ઝડપાયો હતો. જોકે લોકડાઉન-૪માં છુટછાટ મળતાં પાન-મસાલ-ગુટખાને મંજુરી આપવામાં આવી છે. જેથી ડીસામાં વહેલી સવારથી જ લોકોના હોલસેલ વેપારીની દુકાન બહાર લાઇન લગાવતા નજરે પડે છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો હોઇ આગામી દિવસોએ ચિંતાજનક સ્થિતિ બની શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.