ખીમાણા ગામે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ શિહોરી :કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે એક માસ અગાઉ લક્ષમણભાઈ જીવાભાઈ દેસાઈના ઘરના તાળા તોડી ૨૪,૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી. જેમાં મહેસાણા એલસીબી પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી લીધા હતા. મહેસાણા એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમી આધારે એક હોન્ડા સિટી કાર સાથે બે શખસોની ધરપકડ કરી શિહોરી પોલીસને સુપરત કર્યા હતા. હોન્ડા સિટી કારમાંથી ૧૧ જેટલા મોબાઈલ ફોન તેમજ ચાંદીની જુદી જુદી વસ્તુઓ મળી હતી અને ડેબિટ કાર્ડ. ટુ વ્હીલરની ચાવીઓ સહિત અન્ય મુદ્દામાલનો કોઈ આધાર પુરાવો ન મળતાં પોલીસ હરકતમાં આવી હતી. તેમની પૂછપરછ કરતાં ખીમાણા ગામના દેસાઈ લક્ષ્મણભાઈ જીવાભાઈ આલના બંધ મકાનમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેમાં યાસીન ઉર્ફે ટાઈગર કાલેખાન પઠાણ રહે. પાટણ અને રમજાન ખાન ઉર્ફે સરફરાઝ છોટેખાન આલીમખાન પઠાણ રહે. કડીવાળાની ધરપકડ કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.