કાંટ ગામના રાજકમલ કોલ્ડ સ્ટોરેજમાં આગ ભભૂકી…

બનાસકાંઠા

રખેવાળ, બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની જાણીતી રિટેલ આઉટલેટ રાજકમલ ફ્રેશનાં કાંટ ગામમાં આવેલા રાજકમલ કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગતા અફડાતફડી મચી હતી. આગ લાગતા સંપૂર્ણ કોલ્ડ સ્ટોરેજ ભસ્મીભૂત થઈ ઉઠ્યું હતું
ગરમીનો પારો વધતા આગની ઘટનાઓમા વધારો થયો છે ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં આગના બનાવથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા હવાના કારણે આગની જ્વાળાઓએ વિકરાળ રૂપ ધારણ કરતા નજીકમાં આવેલ પેટ્રોલ પંપને લઈ દહેશતનો માહોલ છવાયો હતો. આગના ગોટેગોટા આકાશમાં છવાતા વહીવટી તંત્ર સાથે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ વિકરાળ આગના કારણે સંપૂર્ણ કોલ્ડ સ્ટોરેજ બળીને ભસ્મીભૂત થઈ જતા વ્યાપક નુકશાન થવા પામ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.