અમીરગઢ તાલુકા પંચાયતની હિસાબી શાખામાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : અમીરગઢ તાલુકા પંચાયતમાં આજે શોર્ટ સર્કિટથી એકાએક આગ ભભૂકી ઉઠી હતી. તાલુકા પંચાયતના હિસાબી શાખામાં લાગેલી આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં આગની જ્વાળામાં લપેટાયેલા કેટલાક હિસાબી ચોપડા પણ બળીને ખાખ થઈ ગયા હતા. જો કે સ્થાનિક યુવાનો તેમજ કર્મચારીઓની મદદથી આગને વધુ વિકરાળ બનતા રોકવામાં સફળતા મેળવી હતી.  બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય છૂટછાટ આપવામાં આવતા ઠેર ઠેર દુકાનો ખુલવા પામી હતી. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા પંચાયતમાં આજે એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અમીરગઢ તાલુકા પંચાયતની હિસાબી શાખામાં આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સોમવારે મોડી સાંજે બનેલા બનાવમાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.અમીરગઢ તાલુકા પંચાયતની હિસાબી શાખામાં લાગેલી આ આગની જ્વાળાઓમાં કાબૂમાં લેવાય તે પહેલાં કેટલાક હિસાબી ચોપડા પણ બળીને ખાખ થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો કે આગની આ ઘટનાને પગલે આસપાસમાંથી સ્થાનિક યુવાનો તેમજ કર્મચારીઓ એકત્ર થઇ જઇ આગ વધુ વિકરાળ બને તે પહેલા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. આમ બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકા પંચાયતમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.