‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનનો મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો

ગુજરાત
ગુજરાત 104

પાલનપુર : કોરોના સામેના સીધા જંગમાં પ્રત્યેક ગુજરાતી વોરિયર બની જોડાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના જન-જનને પરિવારના સદસ્ય ભાવથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આહવન કર્યું હતું. કોરોનાનું નિદાન નહીં મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે. કોરોના સાથે, કોરોના સામે રક્ષણ મેળવવાની લાંબી લડાઇને સૌ સાથે મળી લડવા પણ તેમણે જણાવ્યું હતું.
હું પણ કોરોના વોરિયર’ અભિયાનમાં સૌ ત્રણ સંકલ્પ કરે અને કાયમ પાલન કરવા પણ અપીલ કરી હતી. જેમાં વડીલો-બાળકો ઘરમાં જ રહે તેની તકેદારી રાખે, માસ્ક પહેર્યા વગર- કારણ વગર ઘર બહાર ન નીકળે, ‘દો ગજ કી દૂરી’ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા જણાવ્યું હતું.
હું પણ કોરોના વોરીયર અભિયાન અંતર્ગત તા. રરમી મે ના રોજ વડીલોનું સન્માન કરતાં દાદા-દાદી સાથે સેલ્ફી લઇ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર મુકવા જણાવ્યું હતું. તેમજ ડર એ વિકલ્પ નથી, ડર નહીં સાવચેતીનો મંત્ર અપનાવીને અત્યાર સુધી ઘરમાં હતા- સુરક્ષિત હતા હવે બહાર નીકળવાનું છે ત્યારે તકેદારી રાખીને કોરોના સામે જંગ લડવા જણાવ્યું હતું.
એક સપ્તાહનું આ અભિયાન ગુરૂવાર તા.ર૧મી મે થી તા. ર૭ મી મે સુધી ચાલશે અને ત્યારબાદ આ અભિયાન દરમ્યાન લીધેલા સંકલ્પનું કાયમ સૌએ પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યવ્યાપી વિડીયો કોન્ફરન્સથી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મગરવાડાના મહંત વિજયસોમજી મહારાજ સાથે વાતચીત કરી જિલ્લાનો પ્રત્યેક વ્યક્તિ કોરોના વોરીયર બને તે માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. વિડીયો કોન્ફરન્સમાં પાલનપુર ખાતે બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, જિલ્લાના અગ્રણીઓ ર્સવ હરેશભાઇ ચૌધરી, પી.એન.માળી, ગૌરાંગ પાધ્યા, જાણિતા તબીબ સુરેન્દ્ર ગુપ્તાવ સહિત સમાજના અગ્રણીઓ, પ્રતિનિધિઓ ધાર્મિક, સામાજિક, ઊદ્યોગ-વેપાર જગતના યુવા અગ્રણીઓ જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.