શિહોરી – થરા હાઈવે ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં રાહદારીનું મોત
રખેવાળ ન્યુઝ શિહોરી
કાંકરેજ તાલુકાના શિહોરી – થરા નેશનલ હાઈવે ઉપર ડુંગરાસણ અને વડા ગામ વચ્ચે હીટ એન્ડ રનની ઘટનામાં રાહદારીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે થરા પોલીસે અકસ્માતનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક યુવાન વડા ગામનો ઠાકોર પોપટજી ધારસીજી ઉ. અંદાજે ૪૦ વર્ષ હોવાનું જાણવા મળેલ છે. જે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટકકર મારી હતી અને વાહન લઈ ભાગી ગયો હતો. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ જવા પામ્યા હતા. આથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસરથી ટ્રાફિક હળવો કર્યો હતો અને મૃતકને પીએમ માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વાલીઓને લાશ સુપ્રત કરવામાં આવી હતી. અ ઘટનાથી વડા ઠાકોર સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.