વાવના કુંભારડી શેરાઉ રોડ પર આગ ભભુકતા અફડા તફડી

બનાસકાંઠા
બનાસકાંઠા 263

રખેવાળ ન્યુઝ વાવ : ગત તા.રર/પ/ર૦ર૦ ના રોજ વાવના કુંભારડી શેરઉરોડ પર કોઈ અગમ્ય કારણોસર આગ ર૦૦ મીટર સુધી ભભુકી ઉઠતા રોડની એક સાઈડ ઉપર આવેલા બાવળો સહીત લીલાવૃક્ષો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા જાકે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા રોડની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની સતર્કતાથી આગને કાબુમાં લેવામાં આવી હતી. કોઈ અઘટિત ઘટના ઘટી નહતી. આ બાબતે દૈયપ ધાણી ખાતેના યુવા અગ્રણી ભરતભાઈ ચૌધરીએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સુમસામ રસ્તા ઉપર કોઈ અજાણ્યા શખ્સ સળગતી બીડી નાખતા આગ લાગી હોવાનું અનુમાન લગાવી શકાય ર૦૦ મીટરની લાંબી આગ અને ૪પ ડીગ્રી તાપમાનથી કુંભારડી શેરાઉ રોડ પર આગન ગોળા જાવા મળ્યા હતા આ ગરમીના તીવ્ર પ્રકોપ વચ્ચે આ વિસ્તારના લોકોની જાગૃતિ અને સર્તકતાથી આગ ને કાબુમાં લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જાકે ર૧/પ/ર૦ર૦ ના રોજ દૈયપ મુકામે પણ ત્રણ સગાભાઈના ખેતરોમાં આગ લાગતા ૪ થી પાંચ લાખનો માલ – સામાન બળીને ભસ્મીભુત થઈ ગયો હતો. આમ આજુબાજુના બે ગામો કુંભારડી – દૈયપ વિસ્તારમાં બે દિવસમાં બે આગના બનાવો પ્રકાશમાં આવતાં લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો છે. આ બાબતે જવાબદાર તંત્ર સતર્કતા દાખવે તેજ જનહીતમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.