વાવઃ ટ્રેલરની ટક્કરથી કારનો ભુક્કો, ચાલકનું ઘટનાસ્થળે જ મોત
બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. ગતમોડી રાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઇ મોડી રાત્રે વાહનોની લાઇનો લાગી હતી. અકસ્માતમાં કારનો ભુક્કો બોલાઇ જતાં ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ કરૂણ મોત નિપજ્યુ હતુ. અકસ્માતને લઇ ટ્રેલર હાઇવે પર આડુ થઇ જતાં રસ્તો બ્લોક થવાના કારણે ટ્રાફીકજામની સ્થિતિ ઉભી થઇ હતી.બનાસકાંઠા જીલ્લાના વાવ-સુઇગામ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યુ છે. રામસંગભાઇ લઘતીરભાઇ રાજપૂત નામનો યુવાન કાર લઇ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે કારનો ભુક્કો બોલાઇ જવાના કારણે ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ ટ્રેલર હાઇવે પર આડુ થઇ જતાં રસ્તો બ્લોક થવાથી ટ્રાઇમજામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.