મોટા કાપરા ગામના દુકાનદાર દ્વારા વધુ ભાવ લેતા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ કાર્યવાહી
j1AjnmmAqHE
રખેવાળ ન્યુઝ ડીસા
સમગ્ર દેશભરમાં કોરોનાવાયરસ ને લઇ સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા સમગ્ર દેશભરમાં ચુસ્ત રીતે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા આ લોકડાઉન નો ફાયદો ઉઠાવતા ગ્રાહકો પાસેથી વસ્તુ ના વધુ ભાવ લેતા હોવાની રાડ ઉઠવા પામી હતી ત્યારે લાખણી તાલુકાના મોટા કાપરા ગામના વેપારી દુકાનદાર વસ્તુની વધુ કિંમત લેતો હોવાનો વિડીયો વાયરલ થતાં ભીલડી પોલીસ દ્વારા આ દુકાનદાર વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની ભીલડી પોલીસમાંથી મળતી વિગતોનુસાર ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉન દરમિયાન પી.એસ.આઇ એસ. વી આહીર તથા પોલીસ સ્ટાફ ના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક વાયરલ થયેલ વોટસપ વિડીયોમાં દુકાનદાર ગ્રાહક પાસે થી કોલ્હાપુરી ગોળ ના મૂળ ભાવ કિલોનો ૬૦ રુપિયા ને બદલે ૮૦ રુપિયા ભાવ કિલોના ઉપરાંત જાફરી ગુટખાના ૫ રુપિયા ને બદલે ૧૦ રુપિયા ની માગણી કરી રાજ્ય સરકારે નક્કી કરેલ ભાવ કરતાં વધુ લેતા હોય જે વિડીયો આધારે મોટા કાપરા ગામે પંચો ની રૂબરૂ જગ્યાએ રેડ કરતા દુકાનદાર રમેશભાઈ જગમાલભાઇ જાતે પંચાલ રહે.મોટાકાપરા હાજર મળી આવેલ અને પોતાની દુકાનમાં કરિયાણાની આડ માં રુપિયા ૬૪૪૬ ની કિંમત ની બીડી તમાકુ ગુટખા વેચાણ અર્થ રાખતા જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હોય તેમની સામે ઈપીકો કલમ ૧૮૮ ૨૬૯ તથા ગુજરાત એસેન્સીઅલ આર્ટીકલ ડિલર્સ ( રેગ્યુલેશન) એક્ટ કલમ – ૪ ,૫ મુજબનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.