મડાણા(ગઢ) પાસેથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો : વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના મડાણા ગઢ નજીક ખેતરમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર તાલુકાના મડાણા(ગઢ) ગામ નજીક એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, વીજ કરંટ લાગતા અજાણ્યા આધેડનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે.

જોકે, મડાણા ગામ પાસે ખેતરમાં અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ ગઢ પોલીસને જાણ કરી હતી. જોકે, ખેતરમાં ઉભેલા વીજપોલ થી કરંટ લાગી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન વચ્ચે ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે ચંડીસર સીએચસી ખાતે ખસેડી હતી. ગઢ પોલીસે મૃતકના પરિવારજનો ની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.