પાલનપુર મીરાગેટમાં 21 લાખ લિટર પાણીમાં કલોરિન નખાયું
પાલનપુરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે મીરાગેટ સમ્પના પાણીમાં કલોરિનેશન થતું ન હતુ. જોકે, એજન્સીનો કોન્ટ્રાકટ રિન્યુ થતાં રવિવારથી પાણીનું કલોરિનેશન શરૂ કરાયું છે. પાલનપુરમાં નગરપાલિકાએ એક માસ સુધી એજન્સીનો કોન્ટ્રાકટ રિન્યુ ન કરતાં લોકોએ કલોરીન વિનાનું પાણી પીધુ હતુ.
દરમિયાન ટેન્ડર રિન્યું કરવામાં આવતાં રવિવારથી પાણીમાં કલોરિનેશન શરૂ કરાયું છે. સુત્રોએ જણાવ્યું હતુ કે, રવિવારે સવારે જ સમ્પના દસ પગથિયા સુધીના 21 લાખ લીટર પાણીમાં 2.1 લીટરની માત્રામાં કલોરીન નાંખવામાં આવ્યું છે. હવે નિયમિત પાણી કલોરિનેશન કરવામાં આવશે. આ સમ્પની કેપેસીટી 22 લાખ લીટર પાણીની છે. જેના થકી ચાર ઓવરહેડ ટાંકીઓ તેમજ સ્થાનિક વિસ્તારમાં પાણી પુરૂપાડવામાં આવી રહ્યું છે.