પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા

ગુજરાત
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

પાટણથી 13 કિમી દૂર સેવાળા ગામમાં એપીસેન્ટર

ઉત્તર ગુજરાતમાં ફરી ધરા ધ્રુજી હોવાના અહેવાલ છે. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા. જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ હતું. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

બનાસકાંઠા જિલ્લા ઠંડીની શરૂઆતમાં ભૂકંપના આંચકા
બનાસકાંઠા જિલ્લા રાત્રીના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જિલ્લાના પાલનપુર, કાણોદર, દાંતા, અમીરગઢ, ઈકબાલગઢ સહિતના વિસ્તારમાં ભૂકંપની અસર જોવા મળી હતી. જોકે, અચાનક ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપનું એપી સેન્ટર પાટણ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લા હજુ સુધી ક્યાંય નુકસાન થયાની વિગતો જાણવા મળી નથી.

 

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો
પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં રાત્રે 10:16 મિનિટે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રાત્રે ઘરમાં બેઠેલા લોકોને કે બેડમાં સૂતેલા લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. પાટણ, હારીજ, સમી, શંખેશ્વર, ચાણસ્મા, સિધ્ધપુર સહિત પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રિસર્ચ સ્કેલ પર 4.2નો આંચકો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જણાવાયું છે. અચાનક ધરતી ધ્રૂજવા લાગતા તેમજ ઘરમાં વાસણ સહિતની ચીજવસ્તુઓ ખખડી હતી. જેના કારણે લોકોમાં ડરનો અનુભવ થતાં અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.