પાલનપુરમાં વ્યક્તિએ ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી : ર્ડા.એન.કે.ગર્ગ
F17w-YZbNRs
આત્મહત્યા કરનારનો હોમ ક્વોરોન્ટાઇનો સમયગાળો પુરો થઇ ગયો હતો
પાલનપુર
ગઇકાલે પાલનપુરની આર.ટી.ઓ.કચેરી નજીક આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા વિનોદ ચોરસીયાના નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે તે બાબતે આરોગ્ય વિભાગના નોડલ ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગે મિડીયાને જણાવ્યું હતું કે, ગઇકાલે પાલનપુરની સત્યમ સોસાયટીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. એ વ્યક્તિ તા. ૧૪ માર્ચે મોરબીથી પાલનપુર આવ્યા હતાં. તેમને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતાં. ર્ડા. ગર્ગે જણાવ્યું કે, અમને મળેલી માહિતી પ્રમાણે આ વ્યક્તિએ ઘરકંકાસથી કંટાળી લટકીને આત્મહત્યા કરી છે.
મૃતક વિનોદ ચોરાસીયા હોમ કોરેન્ટાઇનમાં હતા અને તેમનો હોમ કોરેન્ટાઇનનો સમય પુરો થઇ ગયો હતો. તેમની આત્મહત્યા માટે કોરાના સંદર્ભે કરેલ હોમ કોરોન્ટાઇન સાથે કોઈ લેવાદેવા નથી.