પાલનપુરમાં ફરજ પુરી કરી પરત ફરી રહેલા હોમગાર્ડ જવાનને અકસ્માત નડ્યો.
પાલનપુર
પાલનપુરમાં કોરોના નાઈટ રાઉન્ડમાં ફરજ બજાવી પોતાના ઘરે જઈ રહેલ એક હોમગાર્ડ જવાનને છાપી નજીક અકસ્માત નડતા ૧૦૮માં પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ વધુ હાલત ગંભીર જણાતા મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસના પગલે સરકાર દ્વારા ૨૧ ભારત લોક ડાઉન કરવામાં આવ્યુ છે.જેના પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સાથે હોમગાર્ડ જવાનોને પણ ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. જેમાં પાલનપુર યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન અબ્દુલ સત્તાર ઉસ્માનભાઈ બહેલીમને કોરોના બંદોબસ્તમાં પારપડા રોડ ઉપર ફરજ સોપવામાં આવી હતી.
જેમાં નાઈટ ફરજ પુરી કરી એક્ટીવા ઉપર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે છાપી નજીક અકસ્માત નડ્યો હતો. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલત વધુ ગંભીર જણાતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે હોમગાર્ડના અધિકારી ઓ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.