પાલનપુરના સલ્લા ગામની યુવતીનું બાડમેરથી અપહરણ થતા ચકચાર
રખેવાળ ન્યુઝ પાલનપુર
પાલનપુર તાલુકાના સલ્લા ગામના એક પ્રેમી યુગલે પ્રેમલગ્ન કર્યા હતા. આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરનાર યુગલ રાજસ્થાનના બાડમેરમાં રહેતું હતું. જ્યાંથી યુવતીના પરિવારજનોએ યુવતીનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી છે.
પાલનપુર તાલુકાના સલ્લા ગામના નિતેશ મુલચંદભાઈ પ્રજાપતિ નામના યુવકને ગામની જ રીંકલ શિવરામભાઈ પટેલ નામની યુવતી સાથે આંખો મળી જતા બન્નેએ ૧૫-૧- ૨૦૨૦ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. જે યુવતીના પરિવારજનોને મંજુર ન હતા. જેથી મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જ્યાં પ્રેમી યુગલે પોલીસ પ્રોટેક્શન માટે યાચીકા નં.૯૯૭/૨૦૨૦ દાખલ કરી હતી. જોકે, યુવતીના પરિવારજનોને લગ્ન મંજુર ન હોઈ