પાલનપુરના શક્તિનગરના યુવકનું અકસ્માતમાં મોત.
પાલનપુર શહેરના સુખબાગ રોડ પર આવેલા શક્તિનગર સોસાયટીમાં રહેતા એક દેસાઈ યુવકને મહેસાણા પાસે અકસ્માત નડતા તેનું મોત નિપજ્યું હતું.
પાલનપુર શહેરના સુખબાગ રોડ પર આવેલા શક્તિનગરમાં રહેતા પરેશ રબારી પોતાની કાર લઈને પાલનપુર તરફ આવી રહ્યો હતો. ત્યારે મહેસાણા પાસે તેને અકસ્માત નડ્યો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જયારે પરેશ દેસાઈનું કરૂણ મોત નિપજ્યું હતું. પરેશ દેસાઈ પરિવારનો એકનો એક દીકરો હોઈ તેના અકાળે થયેલા અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.