
પાટણમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સિદ્ધપુરની સોસાયટીને પણ સેનિટાઈઝ કરાઈ
કોરોના
પાટણની ધારપુર હોસ્પિટલમાં કોરાનાનો ૧ પોઝીટવ કેસ સામે આવ્યો છે. જેમાં ૪૭ વર્ષીય વ્યક્તિ મુંબઈથી પરત ફર્યા હતા અને તેમનામાં કોરોના લક્ષણ દેખાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઘટનાને કારણે મુંબઈથી આવેલ વ્યક્તિ સિદ્ધપુરની જે સોસાયટીમાં રહે છે તેને પણ સેનેટાઈઝ કરવામાં આવી અને સોસાયટીને સીલ કરવામાં આવી છે.
સાથે જ સોસાયટીના રહેવાસીઓને ઘરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. તદ્ઉપરાંત તાવડીયા ચોકડીથી તમન્ના સોસાયટી વાળો રોડ પણ બ્લોક કરવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, પાટણના સરસ્વતિ તાલુકાના ભીલવણ ગામના ૪૭ વર્ષીય વ્યક્તિ મુંબઈથી પરત ફર્યા હતા અને તેમને ધારપુર હોસ્પિટલમાં તપાસ અર્થે ખસેડ્યા હતા. જ્યાં તેમના બ્લડ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલતા રિપોર્ટ પોઝીટીવ છે.