
પાટણની આશ્રમ શાળામાંથી ગૂમ થયેલ વાવ પંથકના બે વિદ્યાર્થીઓ મળી આવ્યા
રખેવાળ ન્યુઝ વાવ, થરાદ
થરાદના માંગરોળમાંથી બન્ને બાળકો મળતાં તેમના પરિવારજનોને સોપાયા
પાટણની આશ્રમ શાળામાં અભ્યાસ કરતા થરાદના લેડાઉ અને વાવના કુંડાળિયા ગામના બે બાળકો ત્રણ દિવસ અગાઉ ગુમ થયા હતા.જાકે, તેઓ ગતરોજ થરાદના માંગરોળમાંથી મળી આવતાં તેમના પરિવારજનોને સોપાયા હતા.વાવ તાલુકાના કુંડાળિયા ગામના સોલંકી અલ્પેશભાઈ સોમાભાઈ(ઉ.વ.૧૩) તેમજ થરાદ તાલુકાના લેડાઉ ગામનો પાંચલ કિરણભાઈ પચાણભાઈ(ઉ.વ.૧૦) નામના બંને વિદ્યાર્થીઓ પાટણ ખાતે આવેલી સર્વ મંગલમ્ આશ્રમ શાળામાં રહી અને ત્યાં અભ્યાસ કરતા હતા. જેઓ તા.૬-ર-ર૦ ના રોજ સવારે ૧૦/૩૦ કલાકે
આશ્રમશાળામાંથી ઘરે જવાનું કહી નીકળ્યા હતા. પરંતુ સાંજે પરત ન ફરતા આશ્રમ શાળાના જવાબદાર વ્યક્તિએ આ બંને પરિવારજનોને ઘરે સંપર્ક કરી બાળકો ઘરે આવ્યા છે કે નહીં તેની પૂછપરછ કરી હતી.પરંતુ ૮ કલાક થવા છતાં બંને વિદ્યાર્થીઓ પાતાના ઘરે ન પહોંચતા બંને વિદ્યાર્થીઓના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને પોલીસ તંત્રને જાણ કરી હતી. જાકે ત્રણ દિવસ બાદ આ બન્ને બાળકો થરાદના માંગરોળ ગામેથી મળી આવ્યા હતા. આથી તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ શિક્ષકના ડરના કારણે બંને વિધાર્થીઓ આશ્રમ શાળામાંથી ફરાર થયા હતા. જાકે, બાળકો હેમખેમ મળી આવતા પરિવારજનો અને પોલીસને હાશકારો થયો હતો.