નેનાવા આઉટ પોસ્ટના જમાદાર ઉપર હુમલો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ, ધાનેરા : ધાનેરાના નેનાવા આઉટ પોસ્ટ ચોકી ઉપર કંપાઉન્ડમાં પોલીસે પકડેલ મુદ્દામાલની દેખરેખ જી.આર.ડી.જમાદાર કરતો હતો તેવા સમયે એક ગાડીમાંથી ત્રણ શખ્સોએ ઉતરી કંમ્પાઉન્ડ તરફ જતાં તેઓને રોકતા ઉશ્કેરાયેલા ત્રણેયે હુમલો કર્યો હતો. 
ટુંકી હકીકત એવી છે કે ધાનેરાના નેનાવા આઉટ ચેક પોસ્ટના કંપાઉન્ડમાં ધાનેરા પોલીસે વિદેશી દારૂ વિગેરે મુદ્દામાલ પકડેલ જેની દેખરેખ માટે જી.આર.ડી.જમાદાર આદુભાઈ જાગાભાઈ ગવારીઆ તથા જી.આર.ડી. જવાન તળસાજી બેચરાજી મેઘવાલ બંને તા.૯/૩/ર૦ર૦ ના રોજ ફરજ ઉપર હતા તે દરમીયાન બપોરના ત્રણેક વાગ્યે બ્લ્યુકલરની ફોર વ્હીલ ગાડીમાંથી ખેંગારસિંહ સરદારસીંગ દેવડા (દરબાર) વીંછીવાડી, હડમતસિંગ ભુરજી વાઘેલા (દરબાર) રહે.લવારા અને અગરસિંહ દેવજી દેવડા (દરબાર) રહે.વીંછીવાડી ગાડીમાંથી ઉતરી ચોકીના  કંપાઉન્ડ તરફ જતા હતા તેમને રોકવાનો પ્રયત્ન કરતાં આ ત્રણે ઈસમો ગુસ્સે થઈ જાઈએ અમારી ગાડીમાં કંઈ નથી અને તું અમારા વિરૂધ્ધ પોલીસને બાતમીઓ આપે છે ? તેમ કહી માર મારવા લાગતાં તળશાજીએ ત્યાં બુમ બુમ કરતાં ચાની હોટલવાળાએ આવી જી.આર.ડી.જમાદારને માર મારતા છોડાવેલ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.