નળાસરની સિમમાં વેજુ મળી આવ્યું
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના નળાસરના સીમમાં સવારમાં વનિયર વેજુ જોવા મળ્યું હતું.
અત્યારે શિયાળાના સમયમાં રાત્રિ દરમિયાન ઠંડી એ જોર માંડ્યું છે. અને ખેતરમાં ફુવારા ચાલુ હોવાથી વનિયર વેજુ ખેતરની સીમા ધુજતું હતું. ત્યારે નળાસર ગામના પ્રવીણ ભાઈ કલાણીયા એને પ્રાથમિક સારવાર આપી પાલનપુર રેન્જ ફોરેસ્ટ અધિકારી હસમુખ ચૌધરી જોડે ટેલિફોનિક વાત કરી તાત્કાલિક સારવાર મળી ગઈ હતી. અને આ વિનયર વેજુ ને પ્રવીણભાઈ જાતે પાલનપુર ફાંસીયા ટેકરા એમની સાથે લઈ આવ્યા હતા અને ત્યાં રેન્જ અધિકારી હસમુખભાઈ ચૌધરી અને ડોકટર પણ આવી ને સારવાર કરી હતી અને વનિયર ને પાંજરામાં રાખ્યું હતું.