દેશને હરિયાળો બનાવવાના સંદેશ સાથે નીકળેલી ગ્રીન ટીમનું પાલનપુરમાં સ્વાગત

બનાસકાંઠા
બનાસકાંઠા 32

રખેવાળ ન્યૂઝ પાલનપુર : ગ્લોબલ ર્વોમિંગની વૈશ્વિક સમસ્યા વચ્ચે દેશમાં વધતા જતા પ્રદુષણને  ગ્લોબલ ગ્રીન પીસ મિશન દિલ્હી દ્વારા ગ્રીન વોલ ઓફ ઇન્ડિયાની અનોખી પહેલ શરૂ કરવા માં આવી છે. જેમાં ગુજરાત ના પોરબંદર થી કુરુક્ષેત્ર સુધી ૧૬૦૦ કી. મી.લાંબી અને ૫ કી.મી. પહોળાઇની લંબાઈમા ૧૩૫ કરોડ વૃક્ષો નું વાવેતર અને ઉછેર કરવાના કાર્યને યુનાઇટેડ નેશન દ્વારા માન્ય કરવામાં આવ્યું છે. અને આ અભિયાનની જાગૃતિ માટે ગ્લોબલ ગ્રીન પીસ મિશન દ્વારા પોરબંદર થી કુરુક્ષેત્ર સુધી પાંચ કરોડ પગલાની પદયાત્રાનો પ્રારંભ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર થી કરવામાં આવી છે.આ મિશનના પ્રણેતા ગ્રીનમેન વિજયપાલ બુધેલ અને તેમના સાથીઓની હરિતક્રાંતિ પદયાત્રા પાલનપુરના આંગણે આવી પહોંચી હતી. જ્યાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ગ્રીન વોલ અંગે વાર્તાલાપ અને હરિત મિશન ની ઉપયોગીતા અને હેતુ વિશે જાણકારી આપવા માં આવી હતી. 
વર્તમાન સમય માં વિશ્વ આખું પ્રદુષણ ની સમસ્યા થી ઘેરાયેલું છે ત્યારે પર્યાવરણ ના શુદ્ધિકરણ માટે દિલ્લી ના પર્યાવરણ પ્રેમી વિજયપાલ બધેલ દ્રારા ગ્લોબલ ગ્રીન પીસ મીશન શરૂ કરવા માં આવ્યું છે અને દરિયાકાંઠા, રણકાંઠા અને પર્વતીયાળ વિસ્તારમાં વૃક્ષોનું જંગલ નિર્માણ કરવાની અનોખી પહેલ શરૂ કરવા માં આવી છે. અને પોરબંદરથી કુરુશ્રેત્ર સુધીના ૧૬૦૦ કિલોમીટર લંબાઈના વિસ્તારમાં પાંચ કિલોમીટર પહોળી ૧.૩૫ કરોડ વૃક્ષની દીવાલ બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તા.૧૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ પોરબંદરથી પ્રારંભ થયેલી પાંચ કરોડ કદમ ની હરીત ઋષિ પદયાત્રામાં હરીત ઋષિ વિજયપાલ બધેલ અને તેમના સાથીઓ જોડાયા છે દેશના ગુજરાત, રાજસ્થાન, દિલ્લી અને હરિયાણાને સાંકળતી આ ગ્રીન વોલ અંગે લોક જાગૃતિ લાવવા માટે દૈનિક ૧૬ કિમિ ની યાત્રા કરવામાં આવી રહી છે. જેમાં સ્કૂલ કોલેજ ના બાળકો તેમજ ખેડૂતો સાથે પર્યાવરણના જતન અંગે પરિસંવાદ કરવા માં આવે છે અને લોકો ને વૃક્ષા રોપણ અંગે જાગૃત કરવામાં આવે છે. આ હરિત પદયાત્રાનું ૨૧ માર્ચના ૨૦૨૦ ના રોજ કુરુશ્રેત્ર માં સમાપન કરવા માં આવશે આ પદયાત્રા પાલનપુરમાં આવી પહોંચતા વિવિધ સંગઠનો દ્રારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.