દિયોદરમાં લોકડાઉન વચ્ચે દુકાનમાં ભયાનક આગથી અફરાતફરી

ગુજરાત
ગુજરાત 442

રખેવાળ, દિયોદર

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે દિયોદરમાં ભયાનક આગની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં વેપારીઓ અને સ્થાનિકો દ્રારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ તરફ સાત જેટલી દુકાનોમાં આગની ચપેટમાં આવે તે પહેલા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. ઘટનાને લઇ ગ્રામ પંચાયત અને ખાનગી ટેન્કરો દ્રારા મહામહેનતે આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનાની જાણ થતાં મામલતદાર, ટીડીઓ, પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં આજે બપોરે આગની ઘટના સામે આવી છે. દિયોદરના મુખ્યબજારમાં આવેલ જલારામ ફ્રૂટની દુકાનની પાછળના ભાગે આગ લાગી હતી. કોઇ અજાણ્યા ઇસમે દુકાનની પાછળના ભાગે આગ લગાવતા જોતજોતામાં આગ જલારામ ફ્રુટની દુકાનમાં ફેલાઇ જતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે, દુર-દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

દિયોદરની મુખ્ય બજારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં તુરંત ગ્રામ પંચાયના ટેન્કર અને આનંદ ટેન્કર દ્રારા તાત્કાલિક અસરથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઇ છે. આ તરફ થરા પાલિકાનું ફાયટર આગ બુઝી ગયા પછી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.