
થરાદના ભાપી ગામના ફિલ્ટર પ્લાન્ટમાંથી ૧૪૨ ગામને ફિલ્ટર કર્યા વગર પાણી અપાતાં રોગચાળાની ભીતિ
રખેવાળ ન્યુઝ થરાદ:થરાદના ભાપી ગામના ફિલ્ટર પ્લાન્ટમાંથી ૧૪૨ ગામને ફિલ્ટર કર્યા વગર પાણી આપવામા આવે છે. છેલ્લા ૧૫ દિવસથી ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાઠીયા સમાન બન્યો છે.થરાદના ભાપી ગામના ફિલ્ટર પ્લાન્ટમાંથી ૧૪૨ ગામને પીવાનું પાણી આપવામાં આવે છે તે પાણી મુખ્ય નર્મદા કેનાલમાંથી ડાયરેક પંપીગ કરીને ૧૪૨ ગામને આપવામા આવે છે. લાખો કરોડોના ખર્ચે બનાવેલો ફિલ્ટર પ્લાન્ટ આજે શોભાના ગાઠીયા સમાન બન્યો છે.છેલ્લા ૧૫ દિવસથી ફિલ્ટર કર્યા વગર પાણી લોકો પી રહ્યા છે. લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. ફિલ્ટર કરીને પાણી આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. લોકોમાં પાણીજન્ય રોગો જેવા કે ચામડી પેટના રોગો થવાની ભિતી સેવાઇ રહી છે.
નર્મદાની મુખ્યકેનાલમાંથી થરાદના ભાપી ગામે આવેલ ફિલ્ટર પ્લાન્ટમાં પાણી આપવામાં આવે છે તેમ છતાં ફિલ્ટર કર્યા વગર પાણી કેમ આપવામાં આવે છે તે સમજાતું નથી. જો પ્લાન્ટ હોયને પાણી ડાયરેક આપવામાં આવે તો કરોડોના ખર્ચે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠીયા સમાન બની ગયો છે. અમારા પ્રતિનિધિએ ફિલટર પ્લાન્ટ ની મુલાકાત લીધી અને અધિકારીઓ અને એજન્સીના માણસોથી ફોનીગ વાત કરી તો એક બીજા પર દોશનો ટોપલો ઢોળી રહ્યા હતા. જો ૧૪૨ ગામને પાણી જન્યરોગ ફેલાવાની આ પાણી પુરવઠા અને એજન્સીના લોકો રાહ જોઈ રહા છે કે પછી આ અહેવાલ જોયા પછી તંત્રની ઊંધ ઉડશે કે શું.