ડીસામાં પતંગ દોરીથી ઘવાયેલા ૭૦ પક્ષીઓને જીવતદાન
રખેવાળ ન્યુઝ ડીસા : ઉતરાયણ આવતાની સાથે સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે પરંતુ પતંગ રસિકોની આ ક્ષણિક મજા પક્ષીઓ માટે મોતની સજા બની રહી છે. કાતિલ દોરાના કારણે ખુલ્લા આકાશમાં વિહરતા અનેક પક્ષીઓની પાંખ કપાઈ જતા મોતને ભેટતા હોય છે ત્યારે છેલ્લા દસ વર્ષ થી ડીસામાં અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિસદના યુવાનો આવા ઘાયલ પક્ષીઓને બચાવવાની ઉમદા કામગીરી કરી રહયા છે. ઉતરાયણ દરમિયાનના દિવસોમાં એક કોલ દ્વારા આવા પાંખ કપાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવાનું સરાહનીય કાર્ય કરે છે છેલ્લા દસ વર્ષ થી પક્ષી બચાવવાનું કામ કરતી આ સંસ્થા દ્વારા આ વર્ષે સમડી, કબૂતર, પોપટ, બાજ સહિતના ઘવાયેલા ૭૦ પક્ષીઓને બચાવી સારવાર આપી નવુજીવન આપ્યું છે. ડીસામાં આ પરિસદ સાથે જોડાયેલા યશ, તાત્યાર્થ, આગમ , ચેત્ય, સંયમ દ્વારા આ સરાહનીય જીવદયાનું કામ કરવામાંમાં દિવસ રાત એક કરી અબોલ એવા પક્ષીઓને નવજીવન આપ્યું હતું.તેમની જીવદયાને આજની સલામ…