
ડીસાના કંસારી પાસે બાઈક સવારને બોલેરોચાલકે ટક્કર મારતા જમીન પર ઢસડાયો; બાદમાં યુવક પર ટેન્કર ફરી વળતાં મોત
ડીસા-ધાનેરા રોડ પર આવેલા કંસારી ગામ પાસે અકસ્માતની ઘટના સર્જાઇ છે. હાઇવે પરથી પસાર થઈ રહેલા એક બાઈકને બોલેરોના ચાલકે અડફેટે લઈને ટક્કર મારતા બાઈક ચાલક રોડ પર ઢસડી પડ્યો હતો. દરમ્યાન સામેથી આવી રહેલા એક ડમ્પર નીચે બાઈક ચાલક આવી જતા ચાલકનું ડમ્પરના ટાયર નીચે ચગદાઈ જવાથી કમકમાટી ભર્યુ મોત નીપજ્યું. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
બનાવની જાણ થતા જ આજુબાજુના લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. પેટ્રોલપંપ પર કામ કરતા અને દામા ગામના યુવક અનિલ ઠાકોરનું અકસ્માતમાં મોત થતા અરેરાટી ફેલાઈ હતી. આ સમગ્ર અકસ્માતના ઘટનાના સીસીટીવી પણ વાઇરલ થયા છે.